સાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોત

ગોવિંદનગરમાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની પાઈપ લાઈનનું કામ કરતો યુવાન અકસ્માતે 10માં…

ગોવિંદનગરમાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની પાઈપ લાઈનનું કામ કરતો યુવાન અકસ્માતે 10માં માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં આવેલ ઓરડીમાં રહેતો સુનિલ સુરેશ દાસ (ઉ.25) સાંજના સાતેક વાગ્યાના અરસામાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ એપાર્ટમેન્ટનાં 10 માં માળે ફાયર સેફટીની પાઈપલાઈનનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા રોડ પર ગોવિંદનગરમાં રહેતાં મણીબેન ધનજીભાઈ ચભાડીયા (ઉ.75) પોતાના ઘરે હતાં ત્યારે બિમારીથી કંટાળી એંગલમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.