ગુજરાત

બગદાણા નજીકથી પોલીસમેન સહિત બે શખ્સો સાત બિયર ટીન સાથે ઝડપાયા

Published

on

બંન્ને ‘ડમડમ’ હાલતમાં હતા : ડ્રન્ક એન્ડ ડ્રાઈવ સહિત નોંધાતો ગુનો

ગુરૂૂપૂર્ણીમાં હોવાના કારણે ગઇકાલે બદગાણા ખાતે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો હતો ત્યારે પોલીસ સ્ટેશન પાસેથી એક નંબર પ્લેટ વગરની ક્રેટા કાર પસાર થતાં પોલીસે શંકાના આધારે કાર અટકાવી કારની ઝડતી લેતા કારમાંથી રૂૂા.700ની કિંમતની સાત બિયરના ટીન મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં કારમાં બેઠલ ચાલક સહિતના બન્ને શખ્સ નશાની હાલતમાં હોવાનું જણાતા પોલીસે બન્ને શખ્સ સામે ગુનો દાખલ કરી કાર કબજે કરી હતી. ઝડપાયેલા બે શખ્સમાં એક શખ્સ સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું ખુલવા પામ્યું હતું.


બગદાણા ટીટોડીયા સર્કલ પાસે પોલીસે કારને અટકાવી હતી. પોલીસે ચાલકનું નામ પુછતાં તેણે પોતાનું નામ પ્રદ્યુમનસિંહ રાજેન્દ્રસિંહ ચંપાવત (રહે.વાસણ, તા.વડાલી. જિ.સાબરકાંઠા) જ્યારે તેની બાજુમાં બેઠેલા શખ્સનું નામ પુછતાં તેણે પોતાનું નામ હરપાલસિંહ હરીચંન્દ્રસિંહ ચૌહાણ (રહે.સોનગરા, તા.ઇડર)હોવાનું જણાવ્યું હતું. બન્ને શખ્સ નશાની હાલતમાં જણાતા પોલીસે બ્રેથએનેલાઇઝરથી ચેક કરતા બન્નેએ નશો કરેલો હોવાનું જણાયું હતું. પૂછપરછ દરમિયાન હરપાલસિંહ ચૌહાણ તે સાબરકાંઠી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પૂછપરછ કરતા પ્રદ્યુમનસિંહે કાર તેની હોવાનું જણાવ્યું હતું અને નંબર પ્લેટ કારની ડેકીમાં હોવાનું કહેતા કારની ઝડતી લેવામાં આવતાં નંબરપ્લેટ ડેકીમાંથી મળી આવી હતી. કારની ઝડતી દરમિયાન કારમાંથી બિયરના સાત ટીન પણ મળી આવતા બગદાણા પોલીસે નશો કરી કાર ચલાવવાનો તેમજ પ્રોહિબિશનનો એમ અલગ અલગ ગુના દાખલ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version