Site icon Gujarat Mirror

રાજકોટ લગ્ન પ્રસંગમાં મહેમાનો માટે દીવથી દારૂ લઈ આવતા બે શખ્સો આટકોટ પાસેથી પકડાયા

રાજકોટમાં આગામી લગ્ન પ્રસંગમાં દારૂૂની છોળો ઉડાડવાનું આયોજન કરનાર શખ્સોના મનસૂબા પર આટકોટ પોલીસે પાણી ફેરવી દીધું હતું. દીવથી વિદેશી દારૂૂનો જથ્થો લઈને રાજકોટ આવી રહેલી કારને આટકોટ પોલીસે ટી-પોઈન્ટ પાસેથી ઝડપી પાડી 34 બોટલ દારૂૂ અને કાર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આટકોટ પોલીસ મથકના એએસઆઈ એમ.પી. પરમાર, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મેટાડીયા અને ટીમ જસદણ રોડ ટી-પોઈન્ટ પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન બાબરા તરફથી આવતી સફેદ રંગની કાર (નં. ૠઉં-14-ઇઉ-4925) ને અટકાવી તલાશી લેતા, પાછળની સીટ પર પ્લાસ્ટિકના ઝબલામાં છુપાવેલો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.

આટકોટ પોલીસે હારૂૂન સુમરા રહે. થોરાળા, રાજકોટ (મૂળ રાજુલા) અને ગોપાલ મહેશ મેવાડા રહે. સંતકબીર રોડ, રાજકોટને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન વિદેશી દારૂૂ નંગ-34 બોટલ કિંમત રૂૂ. 68,310, કાર: સ્વીફ્ટ ફોર વ્હીલર અને મોબાઈલ 2 નંગ મળી કુલ રૂૂ. 5,88,310 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પકડાયેલા શખ્સોના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી મહેમાનો માટે અને પ્રસંગમાં ઉપયોગ કરવા માટે તેઓ દીવથી દારૂૂ લઈ આવતા હતા. રાજકોટ પહોંચે તે પહેલા જ પોલીસે દબોચી લેતા લગ્નનો પ્રસંગ બે-રંગ બની ગયો હતો.

Exit mobile version