Site icon Gujarat Mirror

ચુનારાવાડ પાસે યુવાનનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક લાખાજીરાજ ઉદ્યોગનગર પાસે રહેતા પ્રતાપ કરમશીભાઈ સુરેલા ઉ.વ.25 નામનો યુવાન રાજમોતી મીલ પાસે મચ્છર મારવાની અગરબત્તી પલાળીને પી જતાં તેમને ઝેરી અસર થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રતાપ ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. અને પ્રતાપ ધુળધોયાનું કામ કરતો હોય છેલ્લા ઘણા સમયથી ધંધો ન હોય જેથી તેમણે આ પગલું ભર્યુ હતું. તેમજ અન્ય બનાવમાં યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે ક્રિષના એપાર્ટમેન્ટમાં રહેતા કાજલબેન નામના મહિલાએ ફિનાઈલ પી જતાં તેમને સારવાર માટે ખસેડાયા હતાં. તેમને સંતાનમાં બે દિકરી અને દિકરો છે.

Exit mobile version