Site icon Gujarat Mirror

આર્થિક ભીંસથી કંટાળી સોનીકામ કરતા આધેડે એસીડ પી લીધું

સોના-ચાંદીના ભાવમાં ભારેખમ તેજીને પગલે બજારમાં વેપારો ઠપ્પ થઈ જતાં વેપારીઓ અને સોનીકામ કરતા કારિગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આર્થિકભીંસમાં આવી જતાં અનેક વેપારીઓના ઉઠમણા થઈ ગયા છે. ત્યારે હવે કારીગરો પણ આર્થિક ભીંસમાં આવતા ઘર ચલાવવું મુશ્કેલ પડી રહયું છે. આવા જ એક બનાવમાં માધાપર ચોકડી પાસે રહેતા અને સોનીકામ કરતા આધેડે આર્થિકભીંસથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ક શેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી શેરી નં. 5 માં રહેતા દિનેશભાઈ જગજીવનભાઈ ધકાણ (ઉ.વ.49) નામના સોની આધેડે આજે સવારે જામનગર રોડ પર ન્યારા ગામના પાટિયા પાસે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં હિરેનભાઈ સોનીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્રી છે. આર્થિકભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળયું છે.

Exit mobile version