Site icon Gujarat Mirror

માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા

પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરી કરનાર ઈસમોને પોલીસે અંજીયાસર નજીકથી ઝડપી લઈને પોલીસે 13.50 લાખના કોપર વાયર અને વાહન કીમત રૂૂ 4 લાખ સહીત કુલ રૂૂ 17,50,000 નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરીને અંજામ આપનાર ઈસમો હાલ અંજીયાસર ગામ ગાંડીવ કારખાના તરફ વાહન સાથે હોવાની બાતમી મળતા ટીમે વાહનચેકિંગ કામગીરી કરી હતી.

જેમાં બે ઈસમો ઇન્ટ્રા પીકઅપ જીજે 12 સીટી 1408 વાળું લઈને નીકળ્યા હતા અને વાહનમાંથી વાયરનો શંકાસ્પદ જથ્થો મળી આવતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચોરી કર્યાની કબુલાત આપી હતી
માળિયા પોલીસે આરોપી અનીસ સલેમામદ મોખા અને મુસ્તાક હાજી મેર રહે બંને ભુજ વાળાને ઝડપી લઈને કોપર વાયર આશરે 4500 મીટર કીમત રૂૂ 13,50,000 અને વાહન કીમત રૂૂ 4 લાખ મળીને કુલ રૂૂ 17,50,000 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

Exit mobile version