Site icon Gujarat Mirror

ધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્ત

ધારી તાલુકાના બોરડી ગામે જમીન વિવાદને લઈ મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જમીનના કબજાનો દસ્તાવેજ ન થયો હોવા છતાં કેટલાક શખ્સો જમીનનો કબજો લેવા પહોંચ્યા હતા. આ સમયે મૂળ જમીન માલિકે તેમને રોકવાનો પ્રયાસ કરતા મારામારી થઈ હતી.

આ મામલે મૂળ જમીન માલિકે જમીનનો કબજો લેવા આવેલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ધારી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version