મનપાના 3 બ્રિજની કામગીરીમાં લોટપાણીને લાકડા, બે ઇજનેરો સસ્પેન્ડ

બે અધિકારીઓને કારણદર્શક નોટિસ, 150 ફૂટ રીંગરોડ 5 નિર્માણધિન 3 બ્રિજની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ 150 ફૂટ રિંગ રોડ…

બે અધિકારીઓને કારણદર્શક નોટિસ, 150 ફૂટ રીંગરોડ 5 નિર્માણધિન 3 બ્રિજની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ 150 ફૂટ રિંગ રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણાધીન ત્રણ બ્રિજની રૂૂબરૂૂ સ્થળ મુલાકાત કરી હતી. સ્થળ મુલાકાત દરમિયાન બ્રિજની કામગીરીની પ્રગતિ, ગુણવત્તા, મેનપાવર, સાઇટ મોનીટરીંગ તથા સમયમર્યાદા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ખામી જણાતા બે ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા ત્રણેય બ્રિજમાં કામગીરી અંગે ખામીઓ માલૂમ પડતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU)ને સર્વે કરવા સૂચના આપવામાં આવી હતી. PMU દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન ત્રણ બ્રિજના પ્રોજેક્ટનો સર્વે કરામાં આવ્યો. સર્વેમાં મહત્વપૂર્ણ ભૂલો અને ખામીઓ ધ્યાને આવી હતી.

ખામીઓને ધ્યાનમાં લઈને વોર્ડ નં.09ના નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વિજય સી. કારીયા અને આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) વિશાલ એમ. વાગડીયાને સુપ્રત કરાયેલ તેઓના વોર્ડ વિસ્તારમાં 150 ફૂટ 2ક્ષમ રીંગ રોડ ઉપર કુલ-03 ઇશિમલય (ઇછ-2, ઇછ-3 તથા ઇછ-4)ના ઠશમયક્ષશક્ષલની કામગીરીનું સુપરવિઝન, મોનીટરીંગ અને દેખરેખની કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા.07/09/2026નાં રોજ વોર્ડ નં.09નાં વોર્ડ વિસ્તારમાં ચાલુ વિકાસનાં કામો માટે સાઈટ વિઝીટ કરવામાં આવેલ હતી જેમાં 150 ફૂટ 2ક્ષમ રીંગ રોડ ઉપર કુલ-03 ઇશિમલય (BR-2, BR-3 તથા BR-4)ના ઠશમયક્ષશક્ષલની કાર્યરત કામગીરીની ચકાસણી કરતા વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ જણાયેલ છે તેમજ PMUના આવેલ રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવાયેલ હોવાનું ફલિત થયેલ છે.

ઉક્ત વિગતોને ધ્યાને લેતા વોર્ડ નં-09માં નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વિજય સી. કારીયા અને આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) વિશાલ એમ. વાગડીયાની કામગીરીમાં વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ અને ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી શીથીલતા અને નિષ્કાળજી દાખવેલ હોવાનું ફલીત થતાં તાત્કાલિક અસરથી ફરજોમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. ઉપરાંત વેસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સિટી એન્જિ.કુંતેશ મહેતાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.