ગુરૂવાર સુધી કડાકા-ભડાકા સાથે વરસાદ, ચોમાસું વહેલું બેસી જશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું વહેલું શરૂૂ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું વહેલું શરૂૂ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ થશે અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે.

13, 14 અને 15 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 17 મેથી તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન 39 કે 40 ડીગ્રી થવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આજથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂૂ થશે અને આ વખતે ચોમાસું વહેલું શરૂૂ થવાની શક્યતા છે. 24, 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલથશે અને 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું શરૂૂ થશે અને લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારૃં જશે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, મધ્ય ગુજરાત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા સહિત 41 ડીગ્રી સુધી ગરમી રહેશે, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 4ર ડીગ્રી સુધી ગરમી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત 39 થી 40 ડીગ્રી રહેશે, અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મે મહિનાના અંતમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.