ક્રાઇમ
ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો
શહેરમા આવેલા ભગવતીપરા વિસ્તારમા બે શખ્સોએ દારૂના નશામા યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
ભગવતીપરા વિસ્તારમા રહેતા ઇમરાન સલીમભાઇ સંગાધ (ઉ.વ. 3પ) પોતાના મિત્રને મોબાઇલ દેવા જતો હતો ત્યારે ઘર પાસે જ સાજન અને સાવન નામના બંને શખ્સોએ દારૂના નશામા ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. બીજા બનાવમા રૈયા ટેલીકોમ એક્ષચેંજ પાસે ગોપાલ ચોકમા નવનિર્મિત બિલ્ડીંગની સાઇટ પર બે શ્રમીક દારૂના નશામા બાખડયા હતા જેમા સાગર સુરજભાઇ બડીયા (ઉ.વ. ર8) ને ઇજા પહોંચતા બેશુધ્ધ હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.