ગુજરાત

યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન

Published

on


રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની 1.05 લાખ ગુણી અને કપાસની 85,000 ભારી સહિતની વિવિધ જણસીની મબલખ આવક થઈ હતી. યાર્ડની બહાર 9 કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈન લાગી હતી. જેમાં કમવાર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.


યાર્ડનાસુત્રોના જણાવ્યા મુજબ આજે રાજકોટ યાર્ડમાં 900થી વધારે વાહનોના થપ્પા લાગતા યાર્ડ બહાર 9 કિલોમીટરની લાંબી લાઈન લાગી હતી. યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિતના હોદેદારો દ્વારા મગફળી અને કપાસ, સોયાબીનના ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક લાખથી વધુ ગુણી મગફળી અને 85,000થી વધુ કપાસની ભારીની આવકથી યાર્ડના નવા શેડમાં જગ્યા ખુટી રહેતા યાર્ડના પટાંગણમાં અને શેડ વચ્ચેના રસ્તા પર ઉતરાઈ કરવામાં આવી હતી.


રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અળદની ખરીદી શરૂ કરતા યાર્ડમાં સતત આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. સરકાર દ્વારા રૂા. 1350ના ભાવે ટેકાથી ખરીદી કરવામાં આવી રહી છે. લગ્નગાળાની સિઝન હોવાથી મોટાભાગના ખેડુતો જણસી વેંચી રહ્યા છે. પરંતુ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ઓછા ભાવ પણ રહ્યા હોવા છતાં ખેડુતો વેંચવા મજબુર બન્યા છે.


રાજકોટ માર્કેટયાર્ડમાં દિવાળી બાદ આશરે 10 લાખ જેટલી મગફળીની ગુણીની આવક થઈ છે. અને આ વર્ષે વાવેતર પણ વધારે હોવાથી આગામી દિવસોમાં પણ આવક વધશે. પરંતુ ભાવને લઈને ખેડુતોમાં નારાજગી ફેલાઈ છે અને ખુલ્લા બજારમાં તેમજ ટેકાના જાહેર કરેલા ભાવથી ખેડુતોમાં કચવાટ ફેલાયો છે. આજે એક લાખ ગુણીની આવક થતાં આગામી સુચના ન મળે ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version