ગુજરાત
રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન
ફૂટબોલની રમત ભારતમાં હાલમાં ખુબ પ્રચલીત થઇ રહી છે. ફીફા (ફીફા, આઇફા (ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન) અને ગુજરાત ફૂઉટબોલ એસો.ના સંયુક્ત પ્રયાસોથી ફૂટબોલમાં ખાસ કરીને યુવાનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ફૂટબોલનું ભવિષ્ય ખુબ આશાષ્પદ અને ઉજ્જવળ જણાય છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અને પોલીસ વિભાગમાં ફૂટબોક સહીતની રમતોના ઉત્થાન અને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટની નામાંકિત કંપની જયોતિ સી.એન.સી ના સહયોગથી 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટનું તા. 06 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા જ્યોતિ સી.એન.સી ઓટોમેશન લિમિટેડના સી.એસ.આર. હેડ તેમજ એહસાસ ટ્રસ્ટના લાઇફ પ્રેસિડન્ટ શ્રી કૌશિકભાઈ સોલંકી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, છેલ્લા 13 વર્ષથી આયોજીત થતી રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી ચેલેન્જ કપ 2025 ફૂટબોલ ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને રાજકોટ ફૂટબોલ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ છે. તા. 06 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનાર આ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 24 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ માટે નિ:શુલ્ક રહેવાની સુંદર વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.
તેમજ રેષકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ નિહાળવા આવતા દર્શકો માટે લાઇટિંગ અને બેઠકની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત ફૂટબોલ એસોસિએશનના માન્યતા પ્રાપ્ત રેફરી નિર્ણાયકની ફરજ નિભાવશે તથા અનુભવી અને પૂર્વ રમતવીરો દ્વારા મેચનું સુચારુ સંચાલન કરવામાં આવશે.
આ 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટમાં જીતનાર ચેમ્પિયન ટીમને રુ.1,1,000, નર્સ- અપ ટીમને રુ.51,000 તથા ત્રીજા અને ચોથા સ્થાને આવનાર ટીમને રુ.7000-7000, તેમજ દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને રોકડ પુરસ્કાર, તેમજ અલગ અલગ કેટેગરીમાં મેન ઓફ ધી મેચ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ ડીફન્ડર, બેસ્ટ મિડ ફિલ્ડર, બેસ્ટ ફોરવર્ડ અને હાયેસ્ટ સ્કોર કરનારને રુ.3000 ના રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ગત તમામ વર્ષોની માફક આ વર્ષે પણ જ્યોતિ સી. એન સી ઓટીમેશન લી. મેચના મુખ્ય સ્પોન્સર તરીકે, જયારે સહ સ્પોન્સર તરીકે ઓમનીટેક એન્જીનિયરીંગ પ્રા. લી. જોડાયા છે.
તેમજ અન્ય દાતાઓમાં રીલેક્સ રીંગ્સ, પેલિકન ઇન્ડસ્ટ્રીઝ, બાન લેબ્સ, વગેરે કંપનીઓનો ઉદારભાવે આર્થીક સહયોગ સાંપડયો છે. આ સમગ્ર ફૂટબોલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી પાર્થરાજસિંહ ગોહેલ, જ્યીતિ સી.એસ.સી ના વિક્રમસિંહ રાણા, કૌશિકભાઈ સોલંકી, રાજકોટ ફૂટબોલ એસોસિએશનના બી કે જાડેજા, રોહિતભાઈ બુદેવા, એહસાસ ટ્રસ્ટના નિશ્ચવભાઈ સંઘવી અને મિતેશભાઈ શાહ, ડિસોઝા, રાજુભાઈ અને જયેશભાઈ કનોજીયાના માર્ગદર્શનમાં પોલીસ ડીપાર્ટમેન્ટ, એહસાસ ટ્રસ્ટ અને જ્યોતિ સી. એન. સી. વતી વનરાજસિંહ જાડેજાની ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.