સૌરાષ્ટ્ર

ધામળેજના વેપારી પાસેથી દેશી સારવારના બહાને અશ્લિલ ફોટા પાડી બ્લેકમેઇલિંગ કરનાર બે ઝડપાયા

Published

on

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના ખેડૂત અને વેપારી સુરસિંહભાઇ રામભાઈ બારડ (ઉવ.43)ના પોતાના ગામમાં એક હાડવેરની દુકાન સામેની સાઈડમાં દેશી દવા કરતા હોવાનો ટેન્ટ(તંબુ) માં બે શખસો સારવાર કરતા હતા. તેઓની પોતાની મારૂૂતીવાન ટેન્ટમાં જ રાખતા હતા. જેમાં દેશી દવાઓ રાખી વેચાણ કરતા હતા. આ બંન્ને શખસો અજય રામશીગ ચીતોડીયા, વિજય ચીતોડીયા પાસે માથાના સફેદ વાળ, શરદી, કફની દેશી દવા લેવા માટે ગયા હતા.
ત્યારે તમારે આખા શરીરનુ ચેકઅપ કરાવવુ પડશે તેમ જણાવી મારૂૂતીવાન ગાડીમાં અંદર જતુ રહેવા જણાવેલ અને ચેકઅપ કરવાના બહાને પેન્ટ નીચે ઉતારવાનુ કહેતા તેણે પેન્ટ ઉતારતા અજયએ મારા ગુપ્તભાગ તપાસ કરી હતી. બાદમા દેશી દવાઓમાથી દવાની પડીકીઓ તથા માથે લગાડવા માટેનુ તેલ આપ્યુ હતુ. બાદમાં બન્ને જણા ટેન્ટ લઇ જતા રહ્યા હતા. થોડા દિવસો બાદ રજીસ્ટર એડી. કવર એક આવેલ જેમાં ખેડૂતના ગુપ્તાંગના જાણ બહાર અશ્ર્લીલ રીતે પાડેલા એડીટ કરેલા ફોટા હતા.
તેમાં એક કાગળમા કિન્નરો, બે- ત્રણ મહીલાઓ તથા અજયે શરીરનું ચેકઅપ કરવા માટે ખેડૂતના ગુપ્તભાગની તપાસ કરેલ તે વખતે ગુપ્તભાગનો ફોટા અન્ય સ્ત્રી, પુરુષોના નગ્ન ફોટા સાથેના કાગળ હતો. જે અંગે અજયે પૈસા માંગણી કરેલ અને નહી આપો તો કિન્નરોની ટીમ તમારા ગામમાં મોકલીશ અને તમારો પ્રચાર કરી બદનામ કરી નાખીશ તેવુ કહી કુલ રૂૂ.90 હજાર પડાવી લીધા હતા. તે પછી તમારૂૂ પેમેન્ટ હજુ સુધી અમોને મળેલ નથી તમારે વ્યાજ સાથે આપવુ પડશે તેમ કહી ધમકાવતા હતા. આ બાબતે ઉપરોક્ત વિગતો સાથે ખેડુત સુરસિંહભાઈએ ફરીયાદ કરી હતી. જેના આધારે સુત્રાપાડા પીઆઈ આર.એલ. પ્રજાપતિ, સંજય પરમાર, દિપક અખીયા, હિતેશ કામળીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી બંન્ને આરોપીઓ અજય રામશીંગ ચીતોડીયા તથા વિજય રામશીંગ ચીતોડીયા બન્ને રહે.હલદરવા, જી. ભરૂૂચ વાળાની ભરૂૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્ડ ઉપર સોપેલ હોવાનું જાણવા મળેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version