ગુજરાત

લોકદરબારમાં પૂર્વ મેયર અને કોંગી અગ્રણી વચ્ચે તુતુ-મેંમેં

Published

on

વોર્ડ નં.12માં યોજોલ લોકદરબારમાં કોંગ્રેસ અને આપના આગેવાનોએ શાસકો ઉપર ખુલ્લેઆમ આક્ષેપો કર્યા

મેયર તમારે દ્વાર અંતર્ગત રોજે રોજ વોર્ડવાઈઝ લોકદરબાર યોજી શાસકપક્ષ દ્વારા લોકોની ફરિયાદ સાંભળવામાં આવી રહી છે. જેમાં થોડા સમયથી પ્રશ્ર્નોતરીમાં લોકો ઉગ્ર બની રહ્યા હોય વિપક્ષોએ પણ તેમને સાથ આપવાનું શરૂ કરી આજે વોર્ડ નં. 12માં યોજાયેલ લોકદરબારમાં પૂર્વ મેયર પ્રદિપ ડવ અને પૂર્વ કોંગી કોર્પોરેટર સંજય અજુડિયા વચ્ચે લોકોના કામ થતા ન હોવાના પ્રશ્ર્ને તુતુ…મેંમેં… થઈ હતી. તેમજ મોકાનો ફાયદો ઉઠાવી આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ અમારા વિસ્તારમાં કામ ન કરી શાસકપક્ષ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરતા લોકોના પ્રશ્ર્નો અને વિપક્ષોના પ્રહારો વચ્ચે શાસકપક્ષ અને અધિકારીઓ અકળાઈ ઉઠ્યા હતાં.


વોર્ડ નં. 12માં આજરોજ યોજાયેલા લોકદરબારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામી પડી હતી. ત્યારે ફરિયાદો કરવા એકઠા થયેલા લોકોએ પણ આ રાજકીય તમાશો જોયો હતો. લોકો દ્વારા આજે અલગ અલગ પ્રકારની 46 ફરિયાદો કરવામાં આવી હતી. જેનું નિવારણ તુરંત થશે તેમ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવેલ છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોએ વિકાસના કામોમાં ભાજપ દ્વારા ફક્ત વાતો જ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતાં.


આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.12ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, કોર્પોરેટર મિતલબેન ાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર જે.ડી.ડાંગર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર સમીર ધડુક, સીટી એન્જીનીયર કુંતેશ મહેતા, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ નં.12ના વોર્ડ એન્જીનિયર અમિત ડાભી, રોશની શાખાના ડેપ્યુટી એન્જી. રાજેશ જલુ, એ.ટી.પી. શૈલેષ સીતાપરા, વોર્ડ નં.12ના વોર્ડ ઓફિસર નીરજ રાજ્યગુરુ, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.12ના પ્રભારી જયદીપભાઈ કાચા, પ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, જયેશભાઈ પંડ્યા, વોર્ડ નં.12નાં પૂર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, અગ્રણી મૌલિકભાઈ દેલવાડીયા, ચેતનભાઈ લાઠીયા તથા વોર્ડ નં.12ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.12ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-46 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી.


વોર્ડ નં.12માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારિીજ્ઞિ;ંમાં વાવડી વિસ્તારમાં માઠા પ્રસંગે નાહવા માટેના બાથરૂૂમ બનાવવા, વાવડી વિસ્તારમાં નવા સ્મશાન માટે જગ્યા ફાળવવા, વોર્ડ નં.12 નાગરિકો દ્વારા ગાર્બેજ કલેક્શન બાબત, વાવડીમાં નવું બસ સ્ટેન્ડ બનાવવા બાબત, કાંગશીયાળી મેઈન રોડ બનાવવા માટે, સંસ્કાર સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા બાબત, રોડ ખુલ્લો કરવા બાબત, વાવડી ઇન્ડસ્ટ્રીઝમાં રોડ બનાવવા બાબત, રસુલપરામાં પેવિંગ બ્લોક નાખવા બાબત, શ્રીનાથજી શેરી નં.14માં ભૂગર્ભ ગટર ઓવરફ્લો બાબત, વરસાદી પાણી ભરાવા બાબત, ગાયત્રી પાર્ક શેરી નં.5માં ગટર ઓવરફ્લો બાબત, ગોકુલધામ અને દ્વારિકાધીશ વિસ્તારમાં ટ્રાફિક બાબત, દ્વારિકાધીશ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા અને લારીઓનું દબાણ દૂર કરવા બાબત, મવડી ચોકડીએ વરસાદી પાણીનો નિકાલ કરવા બાબત, આસ્થા સોસાયટી પાછળ રોડ પહોળો કરવા બાબત, વોર્ડ નં.12માં નવી વોર્ડ ઓફીસ બનાવવા બાબત, વાવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ બનાવવા બાબત, વાવડી વિસ્તારમાં આવેલ નદીમાં નિયમિત સફાઈ કરવા બાબત, નંદનવન સોસાયટીમાં આવેલ સ્ટ્રીટલાઈટ શરૂૂ કરવા બાબત, ઝાડનું ટ્રીમિંગ કરવા બાબત, કોમન પ્લોટમાં બાળકોના રમત-ગમતની વ્યવસ્થા કરી આપવા બાબત, વાવડી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝનું પાણી રેસિડેન્ટ વિસ્તારમાં આવે છે વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ. આ લોક દરબારની શરૂૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કાર્યક્રમ સ્થળની બાજુમાં ચાલતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લગત અધિકારીને સૂચના આપી હતી.

ગેરકાયદેસર બાંધકામ તોડી પાડો: સ્ટેન્ડિંગ ચેરમેન
વોર્ડ નં. 12માં યોજાયેલ લોકદરબારમાં હાજરી આપવા માટે નિકળેલા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને ફરિયાદ મળેલ કે, તમે નિકળવાના છો તે રસ્તે વોર્ડ નં. 13માં ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ ગયું છે. આથી જયમીનભાઈએ આ બાંધકામ પાસે કારથોભાવી તપાસકરતા માલુમ પડેલ કે, સંપૂર્ણ બાંધકામ ગેરકાયદે છે આથીતેમને તુરંત સ્થળ પરથી ટાઉનપ્લાનીંગ વિભાગને આદેશ કરી આજે જ આ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી તેમ જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી પાસેથી જાણવા મળેલ વિગત મુજબ આ બાંધકામ અંગેની ફરિયાદ બે દિવસપહેલા કરવામાં આવી હતી. જેને યાદ રાખી ચેરમેને તુરંત આજે પગલા લીધા હતાં.


લોકદરબાર બની રહ્યો છે રાજકીય રણસંગ્રામ
મેયર તમારે દ્વાર અંતર્ગત દરેક વોર્ડમાં લોકોના પ્રશ્ર્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરવા માટે શાસકપક્ષ દ્વારા વોર્ડવાઈઝ લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વોર્ડ નં. 1થી 9 સુધી બરોબર ચાલ્યું હતું. પરંતુ વોર્ડ નં. 10ના લોકદરબારમાં વિપક્ષોએ પણ ફરિયાદો કરવાનું શરૂ કર્યુ છે. લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં નવુ બળ આવ્યું હોય તેમ હવે રોજે રોજ શાસકપક્ષની અણ આવડત અને તેમની ખામીઓ શોધી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં દિવસે દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ થતું જાય છે. જનો પુરાવો આજેવોર્ડ નં. 12ના લોકદરબારમાં જોવા મળ્યો હતો. લોકોના પ્રશ્ર્ન માટે પુર્વ મેયર પ્રદિપ ડવ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સંજય અજુડિયા વચ્ચે તુતુ…. મેં.મેં. … થઈ ગઈ હતી. જેના લીધે લોકદરબાર રાજકીય રણસંગ્રામ બનતું જતું હોય તેવી ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version