ગુજરાત

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

Published

on

  • રૂ. 93 લાખ જેટલી કિંમતનો બિનવારસુ ચરસ કબજે –

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, મીઠાપુર, ઓખા વિસ્તારને સાંકળતા દરિયા કાંઠા વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે હાઇ ક્વોલિટીના કરોડો રૂપિયાના ચરસના પેકેટ દરિયાઈ પાણીમાં તણાઈ આવતા બિનવારસુ મળી આવ્યા હતા. જે પ્રકરણ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ વચ્ચે ગઈકાલે રાત્રે વધુ એક વખત રૂ. 93.30 લાખની કિંમતનું ચરસના બે પેકેટ બેટ દ્વારકાના દરિયા કાંઠેથી મળી આવ્યું છે.

  આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી એક દરગાહ પાસેના દરિયા કિનારા ખાતે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે એક શંકાસ્પદ બે પેકેટ પડ્યા હોવાથી આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને આ પેકેટનો કબજો લીધો હતો. પોલીસ તપાસમાં આ પેકેટોમાં હાઈ ક્વોલિટીનો ચરસ હોવાનું જાહેર થયું છે. જેનું વજન 1 કિલો 866 ગ્રામ હોવાનું ખુલવા પામ્યું છે.

 આથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. આર.જી. વસાવાએ જાતે ફરિયાદી બનીને કોઈ અજાણ્યા શખ્સોએ પોતાના અંગત ફાયદા માટે આ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી અને કોઈ પણ કારણોસર દરિયામાં અથવા દરિયાકાંઠે છોડી દીધો હતો. આ ચરસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 93 લાખ 30 હજારની ગણવામાં આવી છે. જે આરોપી શખ્સોએ પોલીસના હાથે પકડાઈ જવાની બીકથી છોડી દીધી હતો.

 આ સમગ્ર પ્રકરણ અંગે બેટ દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.એસ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version