ગુજરાત

રાજકોટના 19 સહિત ITના 196 અધિકારીઓની બદલી

Published

on

ઈન્વેસ્ટીંગેશન વિભાગના દ્રુપસિંહ મીના અને આદર્શ તિવારીને અમદાવાદ મુકાયા, અમદાવાદના ઉમેશ પાઠકની રાજકોટ નિમણૂક


આવકવેરા વિભાગમાં મોટાપાયે ફેરફારો થયા છે. જેમાં રાજકોટના એડીશનલ જોઈન્ટ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજકોટ આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા 8 એટીશનલ જોઈન્ટ કમિશનર અને 11 આસિસ્ટન્ટ કમિશનર સહિત ગુજરાતના 83 એડીશનલ જોઈન્ટ કમિશનર અને 113 આસિસ્ટન્ટ કમિશનર મળી કુલ 196 આવકવેરા અધિકારીઓની સામુહિક આંતરીક બદલીના હુકમો ચીફ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના ઈન્વેસ્ટીગેશન વીંગના 2 અધિકારીઓને અમદાવાદ મુકવામાં આવ્યા છે. આ બદલીમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, મોરબીમાં પણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.


ગુજરાતમાં આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા કુલ 196 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના 8 જોઈન્ટ કમિશનર અને 11 આસિસ્ટન્ટ કમિશનરનો સમાવેશ થાય છે. રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગના દ્રુપસિંહ મીના અને આદર્શ તિવારીને અમદાવાદ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદથી ઉમેશ પાઠકને રાજકોટ મુકવામાં આવ્યા છે. ઉપરાંત બદલીના હુકમોમાં મોરબીના હરિસ મિત્તલને અમદાવાદ, અમદાવાદના અજેશ સિંગને રાજકોટ, ધવલ સતિષને રાજકોટમાં જ એસેસમેન્ટમાં મુકવામાં આવ્યા છે. તેમજ રાજકોટના રાજેશ કુમાર મિશ્રાને પણ એસેસમેન્ટ યુનિટમાં મુકવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢમાં રવિ રામક્રિષ્નને જૂનાગઢ એસેસમેન્ટ વીંગમાં મુકાયા છે. ઉપરાંત રાજકોટના પ્રવિણ અનંત અને સુમિત ગોવિંદભાઈ મકવાણાની રાજકોટ સર્કલમાં જ બદલી કરવામાં આવી છે. જ્યારે જામનગરના સિધ્ધાર્થને રાજકોટ મુકવામાં આવ્યા છે. તેમજ જામનગરના અશોક કુમાર હરીપરાને જામનગર સર્કલમાં જ બદલાવવામાં આવ્યા છે. ઉપરાંત ભાવનગરના શ્રી રામન કુમારને વલસાડ, જામનગરના ગજાનંદ યશવંતોને વાપી, રાજકોટના શૈલેન્દ્ર બેલેને નવસારી મુકવામાં આવ્યા છે. જ્યારે ચિતરંજન વર્માને રાજકોટ ટીડીએસ સર્કલમાં મુકાયા છે.

જ્યારે ઈન્વેસ્ટીગેશન યુનિટ-2ના જાહિદ અંસારીને ઈન્વેસ્ટીગેશન યુનિટમાં દ્રુપસિંહ મિનાના સ્થાને ચાર્જ આપે તેવી શક્યતા છે. રાજકોટના ડોક્ટર રાજેન્દ્ર રાજને વડોદરા મુકવામાં આવ્યા છે. જ્યારે કવન લિંબાસિયાને રાજકોટથી અમદાવાદ મુકાયા છે. તેમજ રાજકોટના સર્કલ-2ના ગણેશ વિષ્ણુને અમદાવાદ પોસ્ટીંગ અપાયું છે. આ અધિકારીઓમાં બદલી સાથે વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટના ધવલ સતિષને જામનગર, અજેસિંગને મોરબી અને રાજેશ કુમારને એસેસમેન્ટ વીંગનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
ઉપરાંત અન્ય અધિાકરીઓની બદલીમાં ગાંધીનગરના વીજે બોરીચાને મોરબી, જામનગરના સંજીવ રંજનને વાપી, મુકાયા છે. જ્યારે એડીશનલ જોઈન્ટ કમિશનર અનન્યા કુલશ્રેષ્ઠાને હેડક્વાર્ટર રાજકોટનો ચાર્જ સોંપાયો છે. તેમજ આશિષ કુમાર પાંડેને રેન્જ-1 જ્યારે બીબી ગુપ્તાને રેન્જ-2 અને જામનગરના ધીરજકુમાર ગુપ્તાને જામનગર રેન્જ-1માં મુકવામાં આવ્યા છે.

રાજકોટના એડિશનલ જોઈન્ટ કમિશનર કે.એલ. સોલંકીને ટીડીએસ વિભાગમાં મુકાયા છે. ઉપરાંત રાજકોટદના એડીશનલ જોઈન્ટ કમિશનર અભિમન્યું સીંગ યાદવ, રાજીવ ગર્ગ, શકિલ અહેમદ અંસારી, ચિત્રમ મીનાની પણ બદલી કરવામાં આવી છે. ઉપરાંત વી.જે. બોરીચાને મોરબીનો વધારાનો ચાર્જ અને વડોદરાના મમતા સિંગને રાજકોટનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

નવા અધિકારીની નિમણૂક બાદ હવે ટૂંક સમયમાં મોટા પાયે દરોડા પડશે
રાજકોટ ઈન્કમટેક્સ વિભાગના ઈન્વેસ્ટીગેશન વીંગના એડીશનલ કમિશનર દ્રોપસિંહ મીના અને આદર્શ તિવારીની બદલી થયા બાદ તેમના સ્થાને નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ઘણા વખતથી રાજકોટ ઈન્કમટેક્સ વિભાગમાં સર્ચ અને સર્વેની કામગીરી મંદ પડી હતી તે હવે આગામી દિવસોમાં તેજ બની જશે અને નવ નિયુક્ત અધિકારીઓ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવશે તેવી શક્યતા છે. રાજકોટ ઈન્કમટેક્સ વિભાગમાં ચાર્જ સંભાળતાની સાથે જ નવા અધિકારીઓ બિલ્ડર લોબી કે પછી સોની વેપારી કે કોઈ મોટા ઉદ્યોગપતિને ત્યાં મોટાપાયે સર્ચ અને સર્વેકામગીરી હાથ ધરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version