સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 3નાં મોત, ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યો

  સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા ગામ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ કિનારે ઉભેલા ટ્રક પાછળ પૂરઝડપે આવતી ઇકો કાર ઘૂસી જતાં 2 લોકોના કરૂણ…

 

સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા ગામ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ કિનારે ઉભેલા ટ્રક પાછળ પૂરઝડપે આવતી ઇકો કાર ઘૂસી જતાં 2 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર માટે લઈ જતી વખતે મોત થયું હતું. બીજી તરફ, અકસ્માત સર્જાયા બાદ ગભરાઈ ગયેલો ટ્રકનો ક્લિનર બચવા માટે નજીકના ખેતર તરફ ભાગવા ગયો હતો. જોકે, ખેતરમાં પાકના રક્ષણ માટે લગાવેલા ઝાટકા મશીનના વાયરનો જોરદાર વીજ કરંટ લાગતાં ક્લિનરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માાતની જાણ થતાં દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ. ખડીયા અને પીએસઆઇ વી.જે. માલવિયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દસાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.