વોટ ચોરી મામલે ચૂંટણી પંચની સ્પષ્ટતાથી અનેક નવા સવાલો પેદા થયા

ચૂંટણી આયોગે ઇન્ડિયન એક્સપ્રેસના ખુલાસા પછી જે સ્પષ્ટતા આપી, તેનો હેતુ આગ ઠારવાનો હતો. પરંતુ વિપક્ષ અને ટીકાકારો કહે છે કે આ જ સ્પષ્ટતા ‘વોટ…

ચૂંટણી આયોગે ઇન્ડિયન એક્સપ્રેસના ખુલાસા પછી જે સ્પષ્ટતા આપી, તેનો હેતુ આગ ઠારવાનો હતો. પરંતુ વિપક્ષ અને ટીકાકારો કહે છે કે આ જ સ્પષ્ટતા ‘વોટ ચોરી’ના આરોપને નબળો પાડવાને બદલે તેને નવી રાજકીય અને કાનૂની ઈંધણ આપે છે. કારણ સાદું છે: આયોગે મતભેદ છુપાવ્યા નહીં, પ્રક્રિયાની કઠોરતા સ્વીકારી અને મોટા પાયે નામ કાપવાની પદ્ધતિ સમજાવીજે વિપક્ષ માટે નવા પુરાવા બની રહ્યા છે.

આયોગે કહ્યું કે લેખિત નોંધ, સૂચનો અને આંતરિક મતભેદ સામાન્ય કામકાજનો ભાગ છે અને અંતિમ નિર્ણય સર્વસંમતિ કે બહુમતીથી લેવાય છે. વિપક્ષ આને ઊલટું વાંચે છે: જો બે આયુક્તોએ દસ મહિનામાં 14 વખત વાંધો નોંધાવ્યો હોયમતદાર કાપ, ડેટાબેઝ ઍક્સેસ, સોફ્ટવેર અને ફોર્મ-6 અંગેતો નિર્ણયો કેટલા સર્વસંમત હતા? બોમ્બે હાઈકોર્ટની યાચિકામાં આ જ 14 આદેશોને CEC અને અન્ય આયુક્ત અધિનિયમ, 2023ની કલમ 18ના ઉલ્લંઘન તરીકે પડકારવામાં આવ્યા છે. સ્પષ્ટતાએ મતભેદને ‘સ્વસ્થ ચર્ચા’ કહ્યા, પણ કોર્ટમાં તેને ‘એકપક્ષીય આદેશ’ ગણાવીને રદ કરવાની માંગ ઊભી થઈ.ગોવાના 97 મતદારો અંગે આયોગે કહ્યું કે ERO એ ECINET પર ફોર્મ-7 એક વાર સબમિટ કર્યું તો નામ તરત કપાઈ જાય છે, પાછું લેવાતું નથી. ભૂલ થઈ તો મતદારે ફોર્મ-6થી ફરી અરજી કરવી પડે. વિપક્ષ માટે આ સ્પષ્ટતા જોખમી છે: જો એક ક્લિકથી નામ કાયમી રીતે કપાઈ જાય અને સુનાવણી પહેલાં જ યાદીમાંથી ગાયબ થાય તો મોટા રાજ્યોમાં લાખો નામો કેવી રીતે ‘સુધારી’ શકાય?

મહારાષ્ટ્રની યાચિકામાં આરોપ છે કે ઘરે ન મળેલા મતદારોને સુનાવણી કે લેખિત આદેશ વિના ગેરહાજર, સ્થળાંતરિત, મૃત કે ડુપ્લિકેટ શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યા. આયોગની ટેકનિકલ સમજૂતી આ આરોપને કાયદેસર લાગતી પ્રક્રિયા બતાવે છેજે ‘વોટ ચોરી’ના નેરેટિવને નબળું નહીં, વધુ ચોક્કસ બનાવે છે.

બીજી યાચિકામાં કહેવાયું છે કે બૂથ અધિકારીઓ નિયમ વિરુદ્ધ ઘરે ઓળખપત્ર માંગે છે. આયોગ કહે છે ફોર્મ-6માં કાયદાકીય ફેરફાર નથી, એનેક્સર ઉ ફક્ત જઈંછની વધારાની ઘોષણા છે. ટીકાકારો પૂછે છે: જો વધારાની ઘોષણા ફરજિયાત બને અને ઘરે ન મળનારને કાપી નાખવામાં આવે તો શું આ ‘શુદ્ધિકરણ’ છે કે મોટા પાયે બાકાત? ડ્રાફ્ટ યાદીમાંથી કરોડો નામો ગાયબ થયાના આંકડા સાથે આ સ્પષ્ટતા જોડાય છે ત્યારે વિપક્ષ કહે છે કે આયોગ પ્રક્રિયા સમજાવી રહ્યું છે, પણ પરિણામની જવાબદારી લેતું નથી.

આયોગનું કહેવું છે કે બધા નિર્ણયો કાયદેસર પ્રક્રિયા અને બહુમતીથી થયા, ડેટાબેઝ વિકેન્દ્રિત છે અને ભૂલ સુધારી શકાય છે. વિપક્ષનું કહેવું છે કે સ્પષ્ટતાએ ત્રણ વાત સાબિત કરી: આંતરિક વાંધા થયા, નામ કાપવાની સિસ્ટમ એક ક્લિકે અફર બને છે, અને ઘરે ન મળનારને સુનાવણી વિના યાદીમાંથી હટાવી શકાય છે. રાજકીય રીતે આ સંયોજન ‘વોટ ચોરી’ને કાયદાની ભાષામાં અનુવાદિત કરે છે. કોર્ટની આગામી સુનાવણી અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં આ જ સ્પષ્ટતા હવે વિપક્ષના પ્રદર્શન, પ્રેસ કોન્ફરન્સ અને યાચિકાઓનું મુખ્ય આધારબિંદુ બની રહી છે.

રાષ્ટ્રપતિ સુધી ન જવુંસૌથી મોટું રાજકીય હથિયાર
વિશ્ર્લેષણમાં પૂછાયું છે કે જો મતભેદ એટલા ગંભીર હતા તો બે આયુક્તો રાષ્ટ્રપતિ પાસે કેમ ન ગયા. વિપક્ષ આ પ્રશ્નને ઊલટાવે છે: જો વાંધો એટલો હળવો હતો કે રાષ્ટ્રપતિ સુધી જવાની જરૂૂર ન પડી તો 14 લેખિત વાંધા શા માટે? જો ગંભીર હતો તો સંવૈધાનિક ઉપાય કેમ ન વપરાયો? બંને જવાબ ‘વોટ ચોરી’ના પ્રચારમાં ફિટ થાય છેએક તરફ આંતરિક અસંતોષની કબૂલાત, બીજી તરફ સંસ્થાને બહારથી ચકાસવાનો ઇનકાર. હાઈકોર્ટમાં નિવૃત્ત જજની સમિતિ અને કાપેલા મતદારો પાછા ઉમેરવાની માંગ હવે આ જ ખાલી જગ્યા પર ઊભી છે.

વિપક્ષોને ચૂંટણી પણ લડવી છે અને ફીક્સિગંના આક્ષેપ પણ કરવા છે: દીપકે
કોકરચ પાર્ટીના સ્થાપકનો વિપક્ષ સામે વાર
ચૂંટણી આયોગ અને મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી ના સંસ્થાપક અભિજીત દીપકેએ વિપક્ષી પક્ષો પર તીવ્ર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જો વિપક્ષને ખરેખર લાગે છે કે ચૂંટણીઓ ‘રિગ્ડ’ છે તો તેમણે એવી ચૂંટણીમાં ભાગ લઈને તેને વૈધતા આપવાનું બંધ કરવું જોઈએ. એક્સ પરના પોસ્ટમાં તેમણે પૂછ્યું, તમારી પાર્ટી તોડી નાખે છે, આવી વ્યવસ્થામાં કેટલા દિવસ જીવિત રહેશો? દીપકેનું કહેવું છે કે વિપક્ષ એક તરફ વોટ ચોરી, ધાંધલી અને પક્ષો તોડવાના આરોપ લગાવે છે, બીજી તરફ એ જ વ્યવસ્થામાં ચૂંટણી લડે છે. આ ભાગીદારી જ કથિત ધાંધલીવાળી પ્રક્રિયાને કાયદેસર દેખાડે છે. તેમણે કહ્યું કે શક્ય છે વિપક્ષ ચૂંટણી ન લડે તો રાજકીય અસ્તિત્વ ખતમ થવાના ડરથી મેદાને ઊતરે છે. પરંતુ જો વોટ ચોરાય, ધારાસભ્યો પક્ષ બદલે અને પાર્ટી તૂટે તો એવું અસ્તિત્વ બચાવવાનો અર્થ શું? આ અસ્તિત્વની લડાઈ નથી. તમે એવી સિસ્ટમમાં ટકી રહેવાની કોશિશ કરો છો જે તમને નબળા પાડી શકે, પાર્ટી તોડી શકે કે ચૂંટાયેલા પ્રતિનિધિ છીનવી લે. દીપકેએ વિપક્ષના બેવડા વલણ પર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી ધાંધલીનો મુદ્દો ફક્ત એ રાજ્યો સુધી મર્યાદિત ન હોવો જોઈએ જ્યાં વિપક્ષના રાજકીય હિતને ફટકો લાગે.
જો ચૂંટણી ખરેખર રિગ્ડ હોય તો આ પ્રશ્ન દરેક રાજ્ય અને દરેક પક્ષ માટે સમાન મહત્ત્વનો હોવો જોઈએ. એક તરફ વ્યવસ્થાને ‘ફિક્સ’ કહેવી અને બીજી તરફ એ જ વ્યવસ્થામાં ઉમેદવારી ભરવીઆ વિરોધાભાસ જ આરોપને નબળો પાડે છે, તેમનું કહેવું છે.