જામનગરમાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવનો સપાટો, 42થી વધુ વાહનો કરાયા ડિટેઇન

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂૂપે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂૂપે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન…

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂૂપે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂૂપે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જીલ્લા તમામ પોલીસ મથકને ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 42થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

જેના અનુસંધાને જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની રાહબારી હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયાની સુચના થી સ્ટાફ દ્વારા ગઈકાલે તળાવ ની પાળ, મહાપ્રભુજી ની બેઠક, નૂરી ચોકડી વિસ્તાર, પવનચક્કી વિસ્તાર તથા દરબારગઢ વિસ્તાર નજીક ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં 42 થી વધુ વાહનો ડીટેઇન કરાયા અને 2 મહેન્દ્ર થાર, વરના, સ્વીફ્ટ જેવી કારમાં ડાર્ક ફિલ્મ ફિલ્મ દૂર કરવામાં આવી હતી. તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને પણ ડીટેઇન કરાયા હતા. તેમજ 12,600 નો હાજર દંડ વસુલાયો હતો. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એમ. ડોડીયા અને તેઓની ટિમની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.