મોરબીના સાપર ગામે કારખાનામાં રિવર્સ આવતા ડમ્પરે બે વર્ષના માસૂમને કચડી નાખ્યો

સાપર નજીક ફેક્ટરીની લેબર કોલોની પાસે ડમ્પર ટ્રક ચાલકે રીવર્સ લેતી વખતે બેદરકારી દાખવી આગળ પાછળ જોયા વિના ટ્રક રીવર્સ લેતા બે વર્ષના બાળકને ઠોકર…

સાપર નજીક ફેક્ટરીની લેબર કોલોની પાસે ડમ્પર ટ્રક ચાલકે રીવર્સ લેતી વખતે બેદરકારી દાખવી આગળ પાછળ જોયા વિના ટ્રક રીવર્સ લેતા બે વર્ષના બાળકને ઠોકર મારી હતી અને ગંભીર ઈજા પહોંચતા માસૂમનું મોત થયું હતું.

મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીના સાપર ગાળા રોડ પર સાપર ગામની સીમમાં લોર્ડ્સ માઈક્રોન કારખાનામાં રહીને કામ કરતા ટ્વિન્કલબેન રાજેશભાઈ બિલવાલ (ઉ.વ.22) વાળાએ ટ્રક ડમ્પર જીજે 23 એડબલ્યુ 7490 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 16 ના રોજ સાંજે 6 વાગ્યે દીકરો કાળું (ઉ.વ.02) વાળો કારખાનાની લેબર કોલોનીમાં આરો પ્લાન્ટ પાસે લોડીંગ પોઈન્ટ સામે રમતો હતો. ત્યારે ડમ્પર ચાલકે પોઈન્ટ પાસે જઈને પાછળ જોયા વિના રીવર્સ લઈને ગ્રાઉન્ડમાં રમતા દીકરા કાળુંને પાછળના વ્હીલમાં હડફેટે લીધું હતું જેથી દીકરા કાળુંને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

જુગાર રમતા 17 ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે રંગપર અને લક્ષ્મીનગર ગામે રેડ કરી હતી તેમજ બી ડીવીઝન પોલીસે આઈટીઆઈ નજીક રેડ કરી હતી કુલ ત્રણ સ્થળેથી જુગાર રમતા 17 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે.

પ્રથમ રેડ મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામે કરી હતી જાહેરમાં જુગાર રમતા પ્રકાશ અમ્બુભાઈ હળવદીયા, અરજણભાઈ જેઠાભાઈ રીણીયા, અમિત બાબુભાઈ રાણેવાડિયા અને સાગર સામજી કોરડીયા રહે બધા લક્ષ્મીનગર વાળાને ઝડપી લઈને રોકડ રૂૂ 20,600 જપ્ત કરી છે.

બીજી રેડ તાલુકા પોલીસે રંગપર ગામથી જીવાપર રોડ પર વાડીની ઓરડીમાં રેડ કરી હતી જુગાર રમતા ઘનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલા, અલ્પેશ બાબુભાઈ કાનાણી, જગદીશ ચતુરભાઈ બાવરવા, મહેશ અંબારામભાઈ અંબાણી, રાજેશ કાનજીભાઈ મોટકા, ભરત ચંદુભાઈ લોરિયા, સુરેશ દેવશીભાઈ જાલરીયા, કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા, જીજ્ઞેશ હરજીવન કડીવાર અને રમેશ ધરમશીભાઈ જેઠલોજા એમ 10 ને ઝડપી લઈને રોકડ રૂૂ 1,22,700 જપ્ત કરી છે. ત્રીજી રેડ સીટી બી ડીવીઝન પોલીસે મોરબી આઈટીઆઈ કોલેજ પાછળ કરી હતી હોટેલ પાછળ જાહેરમાં જુગાર રમતા અર્જુન વિરમભાઇ કુંઢીયા, પ્રતાપ સવશીભાઈ દેલવાણીયા અને મનસુખ નરશી વાઘેલા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 11,500 જપ્ત કરી છે.