હિરાસર એરપોર્ટમાં બીજી વખત ઝેરી ગેસની અસર

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક આવેલ બામણબોર ઔદ્યોગિક ઝોનમાં આવેલ કોઈ કેમિકલ ફેક્ટરીની ચીમનીમાંથી વધુ એક વખત ઝેરી ગેસ હવામાં છોડાતા તેની 4.50 કિલોમીટર દૂર…

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક આવેલ બામણબોર ઔદ્યોગિક ઝોનમાં આવેલ કોઈ કેમિકલ ફેક્ટરીની ચીમનીમાંથી વધુ એક વખત ઝેરી ગેસ હવામાં છોડાતા તેની 4.50 કિલોમીટર દૂર રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એટીસી ટાવર સુધી થઇ હતી, આ ઝેરી ગેસના કારણે એરપોર્ટ સ્ટાફ અને મુસાફરો સહીત 400 લોકોને અસર થઇ હતી. આ ગેસની અસરથી આંખ અને ગળામાં તીવ્ર બળતરા થવા લાગી હતી અને લોકોને તાત્કાલિક મોઢે રૂૂમાલ બાંધવા તેમજ માસ્ક પહેરવાનો ફરજ પડી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલરૂૂમમાં જાણ કરાયા બાદ જીપીસીબી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હિરાસર એરપોર્ટ નજીક બામણબોરમાં અંદાજે 20 કેમિકલ ફેક્ટરી આવેલી છે તેમાંની કઈ ફેક્ટરીમાંથી ઝેરી ધૂમાડો એરપોર્ટ સુધી પહોંચ્યો તે અંગે કોઈ વિગતો હજુ સુધી નક્કી થઈ શક્યું નહતું.

અગાઉ એક માસ પૂર્વ પણ બામણબોર ઔદ્યોગિક ઝોનમાં આવેલ કોઈ કેમિકલ ફેક્ટરીની ચીમનીમાંથી છોડેલા ઝેરીલા ધુમાડાની અસરથી વાતાવરણ પ્રદૂષિત બન્યું હતું અને હવામાન દૂષિત થવાથી મુંબઈ અને દિલ્હીથી આવતી શિડ્યૂલ એરલાઇન્સ, પ્રાઇવેટ જેટ તેમજ અમરેલી, મહેસાણા અને ભાવનગરની ટ્રેનિંગ સ્કૂલમાંથી આવતા ટ્રેની પાઇલટ્સના એરક્રાફ્ટ્સના લેન્ડિંગમાં મોટી સમસ્યા સર્જાઈ હતી. ગઈકાલે સાંજે બામણબોર ઔદ્યોગિક ઝોનમાં આવેલ કોઈ કેમિકલ ફેક્ટરીની ચીમનીમાંથી છોડાયેલ ગેસ 4.50 કિલોમીટર દૂર રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એટીસી ટાવર સુધી ફંટાયો હતો. હવામાં કોઈ ઝેરી ગેસ કે આંખ-ગળામાં બળતરાની અસર 400 લોકોને થઇ હતી.

એરપોર્ટ વિસ્તારમાં સવારે ગેસની દુર્ગંધ અને ફોગ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. મિથેનોલની તીવ્ર ગંધ હવામાં ફેલાઈ હોવાથી એટીસી ટાવરમાં કામ કરતા કંટ્રોલર સહિત કર્મચારીઓને આંખ અને ગળામાં બળતરાની અસર થઈ હતી.તેમજ એરપોર્ટમાં હાજર મુસાફરો અને સ્ટાફ સહીત 400 થી વધુ લોકોને આ ગેસની અસરનો ભોગ બનવું પડ્યું હતું, મુસાફરો અને સ્ટાફે તાત્કાલિક મોઢે રૂૂમાલ બાંધવા તેમજ માસ્ક પહેરવા પડ્યા હતા. રાતે 9.35 કલાકની મુંબઈની ફ્લાઈટે ઉડાન ભરી ત્યાં સુધી ગેસની અસર જોવા મળી હતી, લગભગ ત્રણ થી ચાર કલાક સુધી વાતાવરણ પ્રદૂષિત રહેતા એરપોર્ટનો સ્ટાફ અને મુસાફરો પ્રભાવિત થયા હતા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. આ પ્રકારની ઘટના બીજી વખત બની છે ત્યારે એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ મામલે જીપીસીબીને જાણ કરવામાં આવી છે અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરી નોટિસ ફટકારાશે.