Site icon Gujarat Mirror

બગીચાના સંપ હાઉસમાં પડી જતા યુવાનનું મોત

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિનું પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, તા. 01/04/2026ના રાત્રે 9.00 વાગ્યાથી દોઢ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે આ બનાવ બન્યો હતો. અને મોટી ખાવડી ગામની સીમમાં આવેલ વાડી ગેટ પાસેના આંબાના બગીચામાં આવેલા પાણીના પંપ હાઉસ ખાતે ઘટના બની હતી. મૃતકની ઓળખ સત્યનારાયણ કેશુરામ નાયક (ઉંમર 35), રહેવાસી જામનગર (રોજી પેટ્રોલ પંપ નજીક) તરીકે થઈ છે, જે વ્યવસાયે મજૂરી કામ કરતો હતો, અને અકસ્માતે પાણીના સંપ માં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ નોંધ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક કોઈ કારણસર પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું માનવામાં આવે છે. ડો. વૈશાખ વિશ્વમ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. આ બનાવની તપાસ મેઘપરના પો.હેડ કોન્સ્ટેબલ એ.એચ. નોયડાને સોંપવામાં આવી છે.

Exit mobile version