ગુજરાત
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધુ રાજકોટના લોધીકામાં 5 ઈંચથી વધુ ખાબક્યો
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજકોટના લોધીકા તાલુકામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચ વરસાદ અને માળીયાહાટીના તાલુકામાં 4.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 55 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 162 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટના કેટલાય વિસ્તારોમાં સાંજ પછી વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ લોધીકામાં સવા 5 ઈંચ વરસાદ વરસ્યો છે.