ઓમનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી લીેધી

શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા પ્રૌઢાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા પોલીસે વધુ…

શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા પ્રૌઢાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં આવેલા ઓમનગર પાર્ક શેરી નં.1માં રહેતા નયનાબેન કિશોરભાઇ હરણેસા (ઉ.વ.58) નામના પ્રૌઢાએ આજે સવારે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર નયનાબેન જીદ્દી સ્વભાવના હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેમના પતિ કલરકામ કરે છે. ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યું છે.