Site icon Gujarat Mirror

પ્રેમિકાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી પ્રેમીનો આપઘાત

સગીર દીકરીને આરોપી સાથે સૂતેલી હાલતમાં જોઈ શંકા ગઈ, તપાસ કરતાં ભાંડો ફુટ્યો

આરોપીએ માતા-ભાઈને કેરોસીન છાંટી સળગાવી મારી નાખવાની ધમકી આપી

શહેરમાં એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. 150 ફૂટ રિંગ રોડ નજીકના વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી પર તેની માતા જે શખ્સ સાથે લગ્ન વગર રહેતી હતી તેણે ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂૂ કરી છે. બીજી તરફ આરોપીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં પોલીસે તપાસ શરૂૂ કરી છે.ગાંધીગ્રામ-2 પોલીસે આ મામલે બાળકીની માતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

પોલીસે જણાવ્યું કે બાળકીની માતા કેટલાક વર્ષથી 150 ફૂટ રિંગ રોડ પર રૈયાધાર પાસે રહેતા કાનો ઉર્ફે કરણ અશોકભાઈ ઘટાર નામના શખ્સ સાથે લગ્ન વગર રહેતી હતી. આ સમય દરમિયાન બંને વચ્ચે ઘરકંકાસ શરૂૂ થયો હતો. જેને લઇ કાનો બાળકીની માતાને મારકૂટ પણ કરતો હતો. થોડા સમય પહેલા આરોપીએ બાળકીને તેના માતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું.

ઘટનાને પગલે ડરી ગયેલી બાળકીએ આ અંગે કોઈને વાત કરી ન હતી. ત્યારબાદ આરોપીએ અવારનવાર આવી રીતે હવસનો શિકાર બનાવી હતી. થોડા દિવસ પહેલા બાળકી તેની માતા સાથે પલંગ પર સૂતી હતી ત્યારે ઘરે આવેલા આરોપીએ તેને નીચે સુવડાવી અડપલા કર્યા હતાં. મોડી રાત્રે તેની માતાની ઉંઘ ઉડતા બાળકીને આરોપી સાથે સૂતેલી જોઈ શંકા ગઈ હતી. આથી તે બાળકી સહિતના સંતાનોને લઇ તેના બહેન-બનેવીના ઘરે ચાલી ગઈ હતી. જ્યાં બાળકીને વિશ્વાસમાં લઈ પૂછતાછ કરાતા આરોપીએ અનેક વખત દુષ્કર્મ આચરી બાદમાં ફરિયાદી અને તેના ભાઈને કેરોસીન છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવતા અંતે ફરિયાદ નોંધાવાઈ હતી.

બીજી તરફ આરોપી કાનાએ તેના ઘરે ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. ગાંધીગ્રામ-2 પોલીસના પીઆઇ સી.એન.દવે અને સ્ટાફે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં જ્યારે બાળકીના બનેવી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે ફરીયાદ નોંધવાના બદલે ફરીયાદીને દિકરી અને તેનો બાપ સાથે સુતા જ હોય છે,તેમાં દુષ્કર્મ ન થાય તેમ કહી ફરીયાદીને હડધૂત કરી નૈતિક મૂલ્યોને મારી નાંખવામાં પોલીસે પણ વરવી ભૂમિકા ભજવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આરોપીએ પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા બાદ ત્રણેક વર્ષથી અન્ય મહિલા સાથે રહેતો હતો
આરોપી કાનો ઉર્ફે કરણના પ્રથમ પત્નીથી છૂટા પડ્યા બાદ ત્રણેક વર્ષથી મહિલા સાથે રહેતો હતો. ગત તા. 26 જાન્યુઆરીએ પ્રથમ વખત તેણે બાળા સાથે અડપલાં કર્યા હતા ત્યારબાદ બાળકીના બર્થ ડે ના દિવસે જ તકનો લાભ ઉઠાવી તેણીને હવસનો શિકાર બનાવી હતી. આ પછી પણ બે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.

Exit mobile version