રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ટિકિટ વહેંચણીનુું કોકડું ગુંચવાયું

Published

on

જમ્મુ-કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનમાં મુશ્કેલી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 90 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસ 50-50 ફોર્મ્યુલા હેઠળ સીટોની વહેંચણી ઈચ્છે છે. એટલે કે કોંગ્રેસ 90માંથી 45 બેઠકો પર પોતાનો દાવો દાખવી રહી છે. જ્યારે ફારુક અબ્દુલ્લાની પાર્ટી એનસી કોંગ્રેસને વધુ 20થી 25 સીટો આપવા તૈયાર છે. જિલ્લા કક્ષાના કોંગ્રેસના આગવાનો સ્વબળે ચૂંટણી લડવાની હિમાયત કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડે લેવાનો છે. જ્યારે બંને પક્ષો વચ્ચે ગઠબંધન થાય તો નેશનલ કોન્ફરન્સ નથી ઈચ્છતી કે પીડીપી ગઠબંધનમાં રહે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ એનસી અને કોંગ્રેસ એકસાથે લડ્યા હતા પરંતુ મહેબૂબા મુફ્તીની પાર્ટી ગઠબંધનનો ભાગ ન હતી.આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે. બંને પક્ષો ઇન્ડિયા એલાયન્સનો ભાગ છે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે મળીને સરકાર ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version