ક્રાઇમ
દેવપરા પાસે મહાનગરપાલિકાની પાઇપ લાઇન ચોરી કરનાર ત્રણ શખ્સો અને વેપારીની ધરપકડ
રાજકોટ મહાનગરપાલિકાના ખોખડદળ નદીથી દેવપરા સુધી ડી.આઇ. બીડ પાઇપલાઇન નાખવાના કોન્ટ્રાક્ટમાં રૂા.2.80 લાખની કિંમતની પાઇપલાઇન ચોરી થઇ હોય જેનો ભેદ ભક્તિનગર પોલીસે ઉકેલી નાખી આ મામલે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા શખ્સોએ મહાનગરપાલિકાના પાઇપલાઇનની ચોરી કરી બરોબાર વેંચી નાખી હતી. મળતી વિગતો મુજબ, મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.
જેમાં જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા દ્વારા ખોખડદળ નદીથી દેવપરા સુધી પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ મળેલ હોય જેમાં દેવપરા મેઇન રોડ પર શ્રમશ્રદ્ધા ચોકથી આગળ સરદાર આરોગ્ય કેન્દ્ર પાસે જીન્દાલ કંપનીના ડી.આઇ. બીડ જેવા આશરે 500 એમ.એલ.ના ગોળાકરા દસ પાઇપ રાખેલ હોય તેમાંથી રૂા.2.80 લાખની કિંમતના પાંચ પાઇપ ચોરી થયા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા અને તેમની ટીમે તપાસ કરતા ચાર શખ્સો આ ચોરીની પાઇપ લાઇન વેંચવા આવ્યા હોવાની બાતમીના આધારે લોથળા ગામના યુવરાજસિંહ સહદેવસિંહ ગોહિલ તેમજ બાબરીયા કોલોનીના અરબાઝ અજીતભાઇ પતાણી, લેઉવા પટેલ સોસાયટી શેર નં.2માં રહેતા જંગેશ્ર્વરમાં રહેતા નવાઝભાઇ યુસુફભાઇ સવાણ અને મહમદીબાગ પરીના ફર્નીચાર પાછળ ગોંડલ રોડ પર રહેતા અમીનભાઇ જુસબભાઇ દોઢીયાની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં જાણવા મળ્યુ કે, અમીન જુસબ દોઢીયા પાસેથી નોટરી લખાણ તથા વજન ચીઠ્ઠી મળી આવી હતી. જે બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પંદર દીવસ પહેલા તેણે તથા તેના મીત્ર નવાઝ અને અરબાઝ તેમજ યુવરાજસિંહે પાઇપની ચોરી કરી વેંચવા માટે આવેલ હતા. ચોરી કરનાર અને ચોરીના પાઇપ ખરીદનાર વેપારીને ઝડપી લઇ વિશેષ પૂછપરછ કરી રૂા.1.80 લાખ રોક્ડા કબ્જે ર્ક્યા હતા. પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા સાથે પી.એસ.આઇ. જે.જે.ગોહિલ તથા પી.એસ.આઇ. એમ.એન.વસાવા તથા સ્ટાફના પુષ્પરાજસિંહ, રાજદિપસિંહ જાડેજા, પ્રકાશભાઇ અને કુલદિપસિંહએ કામગીરી કરી હતી.