Site icon Gujarat Mirror

ગાયકવાડીમાં ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર સાતનારી ગેંગના સભ્ય સહિત ત્રણની ધરપકડ

80 વર્ષના વૃધ્ધાને છરી બતાવી સોનાની બે બંગડીની લૂંટ ચલાવનાર ત્રિપુટી પાસેથી રૂૂ.3.32 લાખ નો મુદ્દામાલ કબજે

શહેરના જંકશન પોલીસ ચોકીની પાછળ ગાયકવાડીમાં ચાર દિવસ પહેલા સંગીત શિક્ષક દેવાશિષ ચક્રવર્તીના મકાનમાં ઘુસી છરી દેખાડી 80 વર્ષના માતા મોનિકાબેનને સોનાની બે બંગડીની લૂંટ ચલાવનાર કુખ્યાત સાત નારી ગેંગના સભ્ય સહીત ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ લુંટનો ભેદ ઉકેલી નાખી રૂૂ.3.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ટ્રાફિકથી સતત ધમધમતા એવા વિસ્તાર જંકશન પોલીસ ચોકીની પાછળ બનેલી લુંટની ઘટનાને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.ચાર દિવસ પૂર્વે ગાયકવાડી શેરી નં. 1/10માં રહેતા સંગીત શિક્ષક સંગીત શિક્ષક દેવાશિષ ચક્રવર્તીના મકાનમાં ઘુસી છરી દેખાડી 80 વર્ષના માતા મોનિકાબેનની સોનાની બંગડીની લુંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાંચે સીસીટીવી કેમેરાના આધારે આ બનાવનો ભેદ ઉકેલી લઈ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા રવિ રમેશ આધોજિયા (ઉ.વ.21), તેમજ સાત નારી ગેંગનો સભ્ય વલ્લભ મનજી વાજલિયા (ઉ.વ.45) અને સંજય રાયધન વાઘેલા (ઉ.વ.22)ને ઝડપી લીધા હતા.ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં એવું ખુલ્યું હતું કે, ત્રણેય આરોપીઓ શુક્રવારે સવારે ગાયકવાડીમાં કચરો વીણવા ગયા હતા. ત્યારે ઘર નજીક ઉભેલા મોનિકાબેનના હાથમાં સોનાની બંગડી જોઈ લૂંટ કરવાની યોજના બનાવી લીધી હતી. જેને અંજામ આપવા ત્રણેય મધરાત્રે રીક્ષામાં ગયા હતા.

બંગડી લૂંટી ભાગી ગયા હતાં. ક્રાઈમ બ્રાંચે આરોપીઓ પાસેથી લૂંટી લીધેલી સોનાની બંને બંગડી, ગુનામાં વપરાયેલી રીક્ષા મોબાઈલ ફોન સહીત રૂૂ.3.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સંજય વિરૂૂધ્ધ કોટડાસાંગાણી, ચલાલા અને ધ્રોલ પોલીસ મથકમાં મારામારી સહિતનાં ત્રણેક ગુના નોંધાયેલા છે. જ્યારે બીજો આરોપી વલ્લભ જામખંભાળિયા પોલીસ મથકના ચર્ચાસ્પદ લૂંટ વીથ મર્ડરના ગુનામાં પકડાયેલો છે.એટલું જ નહીં એક સમયે તરખાટ મચાવનાર સાત નારી ગેંગનો સભ્ય પણ રહી ચૂક્યો છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સુચનાથી પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર,સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ એ.એન.પરમાર, વી.ડી. ડોડીયા, એસ.વી. ચુડાસમા સાથે તેમની ટીમના એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ કલાલ, વિજયભાઈ સોઢા, વિજયરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, અમીતકુમાર અગ્રાવત તથા પો.હેડ.કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, પ્રદીપસિંહ જાડેજા, રાજેશભાઈ જળુ, દિપકભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, જયરાજસિંહ કોટીલા, પ્રતિકસિંહ રાઠોડ, કિશનભાઈ પાંભર, દિપકભાઈ ડાંગર, સંજયભાઈ રૂૂપાપરા, સુભાષભાઈ ઘોઘારી, મોહીલરાજસિંહ ગોહીલ, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, વિશાલભાઈ દવે, તુલસીભાઈ ચુડાસમા તથા સંજયભાઈ ખાખરીયા તથા અનુજભાઈ ડાંગર, કરણભાઈ કોઠીવાળ, મહાવીરસિંહ જાડેજા, સંજયભાઈ અલગોતર, અરવિંદભાઈ ફતેપરા, પોપટભાઈ ગમારા, જીલુભાઈ ગરચરે કામગીરી કરી હતી.

Exit mobile version