જસદણમાં વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ શરૂ

જસદણની આલ્ફા ટ્યૂશન ક્લાસમાં 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતની ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે…

જસદણની આલ્ફા ટ્યૂશન ક્લાસમાં 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતની ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
આરોગ્ય વિભાગની ટીમે પણ આ મામલે તપાસ અને માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂૂ કરી છે.

વિદ્યાર્થીનીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.આ ઘટનામાં હાલ પોલીસે હોસ્ટેલના સંચાલકને સકંજામાં લઇ પુછપરછ શરૂ કરી છે.