અમારી રિક્ષા કોઈ રોકતું નથી કહી ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી
ફરજમાં રૂકાવટ, અશ્ર્લિલ કૃત્ય અને મારકુટ કર્યાની ફરિયાદ, આઠની ધરપકડ
ત્રિકોણબાગ નજીક સાંગણવા ચોક પાસે ફરજ પર રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ સવજુભા ગોહીલ (ઉ.વ.30)એ ત્યાંથી નીકળેલા રીક્ષાચાલકને નો-એન્ટ્રી હોવાથી રીક્ષા માટે આગળ જવા માટે નો-એન્ટ્રી છે તેમ કહેતા ઉશ્કેરાયેલા રીક્ષાચાલક, તેની સાથે અજાણ્યા શખ્સ અને કિન્નર અખાડાના ગાદીપતિ મિરાદે ઉપરાંત અન્ય આઠેક વ્યંઢળોએ સરાજાહેર ધમાલ મચાવી, ફરજમાં રૂૂકાવટ કરી, અશ્ર્લિલ કૃત્ય અને મારકૂટ કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હિતેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું કે,બપોરે 3થી રાત્રે 11 સુધી તેની નોકરી સાંગણવા ચોક ખાતે હતી. આ સ્થળે ટ્રાફિકના પોઈન્ટ પર વ્હિલર અને ફોર-વ્હીલરને નો-એન્ટ્રી હોવાથી ત્યાં ફરજ પર હતાં. પોણા પાંચ વાગ્યાના અરસામાં ઢેબર રોડ તરફથી આવી એક રીક્ષા નો-એન્ટ્રીમાં પ્રવેશ કરવા જતાં તેણે તે રીક્ષાને રોકી હતી. છતાં ચાલકે તે જ્યાં ઉભા હતા ત્યાં આવી તેના પગ પાસે રોકી હતી.
વ્હીલર ચાલકને જ એન્ટ્રી છે જેથી તેને રોકતાં તેણે રીક્ષાચાલકને અહીંથી આગળ રીક્ષા માટે પ્રવેશની મનાઈ છે કહેતા રીક્ષામાં બેઠેલ વ્યંઢળ અને એક લાંબા વાળવાળા અજાણ્યા શખ્સે રીક્ષામાંથી નીચે ઉતરી તેને તમે બીજાને કેમ રોકતા નથી તેમ પૂછતાં તેને ફક્ત ટુ-નથી તેવો જવાબ આપ્યો હતો. આથી રીક્ષાચાલકપણ રીક્ષામાંથી નીચે ઉતરી આવ્યા બાદ તેના ફોનમાં વીડિયો ઉતારવા લાગ્યો હતો. એટલું જ નહીં વ્યંઢળે જોર-જોરથી બૂમો પાડી હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતિ મિરાદે છું, તમે મને ઓળખતા નથી,અમારી રીક્ષા કોઈ રોકતું નથી, હમણા જો હું અમારા બધા કિન્નરોને અહીં ભેગા કરું છું તેમ કહી ફોન કર્યો હતો.જેની થોડીવાર બાદ આઠેક જેટલા વ્યંઢળો ત્યાં આવી ગયા હતા.
બાદમાં તમામે જોર-જોરથી બૂમાબૂમ કરી અને ગાળો દઈ અશ્ર્લિલ કૃત્ય કરવા લાગ્યા હતાં. જેને આવું ન કરવાનું કહેતા રીક્ષાચાલક સહિતના તમામ તેને ગાળો દઈ, ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેણે પોલીસ કંટ્રોલ રૂૂમમાં જાણ કરતાં રીક્ષાચાલક અને તેની સાથેનો લાંબા વાળવાળો શખ્સ ત્યાંથી ભાગી ગયા હતાં. હાલ પોલીસે મિરાદે કંચનદે, શમીરાદે ગોપીદે, નવીયાદે ચાર્મીદે, સંજનાદે ગોપીદે, વંદનાદે સંજનાદે, કલ્પદે મીરાદે, ધર્મિષ્ઠાદે દિવ્યાદે, ખુશ્બુદે ગોપીદે અને હિરલદે ગોપીદેની ધરપકડ કરી ફરાર રિક્ષા ચાલક અને અજાણયા શખ્સની શોધખોળ શરૂૂ કરી છે.
