રાજકોટમાં 180 કોચિંગ ક્લાસીસમાં હજારો વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમ

એસોસિએશન સાથે જોડાયેલા 314 ક્લાસીસમાં કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાનું ચેકિંગ : ખૂણે ખાચરે ચાલતા હોય તેવા કોચિંગ ક્લાસીસને પકડવા તંત્રની કવાયત જ્યારે કોઇ શાળા, કોલેજ,…

એસોસિએશન સાથે જોડાયેલા 314 ક્લાસીસમાં કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાનું ચેકિંગ : ખૂણે ખાચરે ચાલતા હોય તેવા કોચિંગ ક્લાસીસને પકડવા તંત્રની કવાયત

જ્યારે કોઇ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસીસ કે ગેમ ઝોનમાં આગ લાગે એટલે ફરી દોડતી થવાના રાજકોટ મનપાના વર્ષો જુના સીલસીલામાં ફરી એકવખત શહેરના કોચિંગ ક્લાસી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની ચકાસણી માટે ધોંસ શરૂૂ કરવામા આવી છે. ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા માટે મનપાએ અલ્ટીમેટમ આપ્યા બાદ શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં 180 કોચીંગ ક્લાસીસ એવા સામે આવ્યા હતા કે તેમા કોઇપણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો ન હતા. આવા ક્લાસીસમાં અભ્યાસ કરવા જતા હજારો વિદ્યાર્થીઓના જીવ ઉપર સતત જોખમ મંડરાયેલુ હોવાની અત્યંત ચોંકાવનારી હકિકત સામે આવી છે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના આદેશના પગલે ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરના તમામ 314 ટ્યુશન અને કોચિગ ક્લાસનું ચેકિંગ કરવામાં આવતાં 180 જેટલાં ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટિના સાધનોનોનો અભાવ અને ફાયર એન.ઓ.સી. ન હોવાનું કે પછી એન.ઓ.સી.ની મુદત પુરી થઇ ગયાનું જોવા મળતાં તમામને નોટિસ ફટકારીને એક સપ્તાહમાં ફાયર સેફ્ટિના સાધનો વસાવી લેવા અને એન. ઓે.સી. મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

જસદણની આલ્ફા કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ભાવનગરના મહુવા ગામની બાળકીનો સંચાલકોની બેદરકારીને કારણે ભોગ લેવાયા બાદ મહાનગરપાલિકાની ફાયર બ્ર્રિગેડ શાખા દ્વારા કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામેની શેરીમાં રાણી ટાવર પાછળ યોગી પાર્ક શેરી નં.5માં ચાલતાં આલ્ફા કોચિંગ ક્લાસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કોચિંગ ક્લાસ પાસે ફાયર એન.ઓે.સી ન હોવાનું અને આગની ઘટના બને તો ઇમરજન્સી એક્ઝિટ નહોવાનું બહાર આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત આલ્ફા કોચિંગ ક્લાસનું કેટલુંક બાંધકામ પણ શંકાના દાયરામા જણાયું હતું. જો કે વેસ્ટઝોન ટીપી શાખાએ આ વધારાનું બાંધકામ ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂર થયેલું હોવાનું કહ્યું હતું.

દરમિયાન ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો અને શેરી ગલીઓમાં ફેલાયેલા 314 જેટલાં ટ્યુશન કોચિંગ ક્લાસનું ફાયર સેફ્ટિ મુદ્દે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 134 ક્લાસિસ ફાયર સેફ્ટિના સાધનો અને એન.ઓ.સી. સાથે સજ્જ હોવાનુ ખુલ્યું હતું. જ્યારે, 180માં ફાયર સેફ્ટિ મુદ્દે કોઇપણ પ્રકારના સાધનો ન હોવાનું અને ફાયર એન.ઓે.સી. પણ ન હોવાનું જોવા મળતાં તમામને નોટિસ આપીને એક સપ્તાહમાં ફાયર સેફ્ટિ સંબંધિત ક્ષતિઓ પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે. ફાયર બ્રિગેડ શાખા દ્વારા જે સ્થળોએ નોટિસ અપાઇ છે તે તમામ ટ્યુશન ક્લાસમાં ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.

એસોસિએશન સાથે મનપાએ બબ્બે વખત તો મિટિંગ પણ કરી હતી
ટ્યુશન અને કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટિ મુદ્દે જોવા મળતી ક્ષતિઓ સંદર્ભે કમિશનર તુષાર સુમેરાના આદેશના પગલે ફાયર બ્રિગેડ શાખા દ્વારા ટ્યુશન ક્લાસ એસોસિએશન સાથે બે વખત બેઠક પણ કરવામાં આવી હતી. અને જે ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટિ નથી તે તમામને જરૂૂરી ક્ષતિઓ પુર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. અને જરૂૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

ફાયર NOC વગરના ક્લાસીસને તાળા મારી દેવા મ્યુનિ. કમિશનરનો કડક આદેશ
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ એવો તાકીદનો હુકમ જારી કર્યો છે કે, ફાયર એન.ઓ.સી. વગરની શાળા-કોલેજ કે અન્ય કોઇપણ કોચિંગ ક્લાસીસ પકડાય તો જ્યા સુધી એન.ઓ.સી. ન લે ત્યાં સુધી બંધ કરાવવા. જરૂૂર પડ્યે સીલ કરી દેવાનો પણ કડક આદેશ ફાયરબ્રિગેડ શાખાને આપ્યો છે. સાતથી દસ દિવસની મુદત આપતી નોટિસનીમુદત સુધીમાં જો સાધનો ફીટ કરવામા આવેલા નહીં હોય તો ક્લાસીસ સીલ કરી દેવા પણ કમિશનરનો આદેશ છે.