દારૂનું કટિંગ થાય તે પૂર્વે ગ્રામ્ય એલસીબીનો દરોડો બુટલેગર સહિતના શખ્સોની શોધખોળ
વિછીયાના હિંગોળગઢ નજીક વીડીમાં દારૂૂના કટીંગ પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે અંદાજે રૂૂ.25.60 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલ.સી.બી. શાખાના સ્ટાફને મળેલી એક ચોક્કસ અને મજબૂત હકિકતના આધારે હિંગોળગઢ થી ગુંદાળા તરફ જવાના રસ્તે આવેલી વીડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 3,732 બોટલો (કુલ 311 પેટીઓ) મળી આવી હતી. પોલીસે આ તમામ જથ્થો, જેની અંદાજિત કિંમત રૂૂ.25,60,152 થાય છે, તે જપ્ત કરી લીધો છે. વિદેશી દારૂૂનો જથ્થો વિડિયોમાં ઉતારવામાં આવ્યા બાદ કટીંગ કરવાનું હતું તે પૂર્વે જ એલસીબી એ દરોડો પાડ્યો હતો આદરોડા પૂર્વે દારૂૂ કટીંગ કરનાર બુટલેગર સહિતના શખ્સો ફરાર થઈ ગયા હોય હાલ પોલીસે આ ગુન્હા અંગે અજાણ્યા શકશો સામે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ દારૂૂનો જથ્થો કોણે મંગાવ્યો અને કોણ કટીંગ કરવાનું હતું તે સહિતની બાબતો ઉપર હાલ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે હિંગોળગઢના જંગલ વિસ્તારમાં વીડીમાં આ દારૂૂનું કટીંગ થવાનું હતું દારૂૂનું કટીંગ થાય તે પૂર્વે જ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર ના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી.ના પી.આઈ જે.પી.રાવ, પીએસઆઇ એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી. ભીમાણી, અને પી.એન.ભરવાડ જોડાયા હતા. આ ઉપરાંત એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસીંહ જાડેજા તેમજ હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્દ્રભાઇ ગોહીલ, વાઘાભાઇ આલ, રસિકભાઇ જમોડ અને કોન્સ્ટેબલ અમિતદાન સુરૂૂ, અશોકભાઇ ડાંગર, કાળુભાઇ ધાધલ, તથા ભાવેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
