ગુજરાત

સોમનાથમાં નીકળેલી મહાદેવની પાલખીયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

Published

on

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસે જ સોમવાર હોય સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂૂ રહ્યો પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ ના દર્શન કરવા રવિવાર ના રાત્રીના પગપાળા ચાલીને, રેલવે,એસ ટી અને પોતાના પ્રાઈવેટ વાહનો દ્વારા લોકો નો સોમનાથ તરફ અવિરથ પ્રવાહ આવી રહેલ અને મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલતા ની સાથે લોકો ની લાંબી કતારો લાગી હતી અને દિવસ દરમિયાન હજારો લોકો એ દર્શન નો લાભ લીધેલ


શ્રાવણ પ્રારંભ:
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમાર હસ્તે 30 દિવસે અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.


પાલખી યાત્રા
સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. અને જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તો એ જય સોમનાથ નો જય ધોસ બોલાવેલ હતો.


સુરક્ષા વ્યવસ્થા
મોટી સંખ્યામાં લોકો ના પ્રવાહ ને કારણે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ 300 થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેલ જમાં પોલીસ અધિકારીઓ,એસ આર પી,જી આર ડી અને સોમનાથ ટ્રસ્ટ સેકયુરીટી એ ફરજ બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version