આંતરરાષ્ટ્રીય

લાઈવ કોન્સર્ટ દરમિયાન આ ફેમશ સિંગરને આવ્યો હાર્ટ અટેક, સ્ટેજ પર ગીત ગાતાં-ગાતાં અચાનક જ ઢળી પડ્યો, જુઓ વિડીયો

Published

on

30 વર્ષીય બ્રાઝિલના સિંગર પેડ્રો હેનરીકનું લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકને કારણે મોત થયું છે. 30 વર્ષીય પેડ્રો બુધવારે બ્રાઝિલમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યો હતો. ગીતો ગાતી વખતે અને પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરતી વખતે તે તેના પરફોર્મન્સનો આનંદ માણતો જોવા મળ્યો હતો. આ પછી તે અચાનક જમીન પર પડી ગયો અને બેભાન થઈ ગયો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વિડિયો જોઈ છે કે પેડ્રો હેનરીકને સ્ટેજની કિનારે ઉભા રહીને ગીત ગાય છે. તે દર્શકો સાથે મસ્તી કરતો પણ જોવા મળે છે. ગીત ગાતા તે થોડીવાર માટે અટકી ગયો, તેનું સંતુલન ગુમાવ્યું અને સ્ટેજ પર પડ્યો અને બેભાન થઈ ગયો. હાજર લોકો તરત જ ગાયકની મદદ કરવા દોડી આવ્યા હતા જ્યારે ભીડ આઘાતમાં હતી. હેનરિકને નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

30 વર્ષીય પેડ્રો હેનરિક તેમના મૃત્યુથી તેમની પત્ની સુઇલાન બેરેટો અને તેમની પુત્રી ઝોને આઘાતમાં છે. સિંગરની દીકરીનો જન્મ 19 ઓક્ટોબરે થયો હતો. પેડ્રો હેનરિકે ત્રણ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. યુટ્યુબ પર ઘણા વીડિયો શેર કર્યા પછી 2015માં તેની પ્રોફેશનલ કરિયર શરૂ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version