ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં હડતાળ સમેટાઇ, તબીબો કામે વળગ્યા

Published

on

CRPFની ટીમ તૈનાત કરવાની ખાતરી મળતા હડતાળ પૂર્ણ કરાઇ

જુનિયર તબીબોએ ફરજ પૂર્વવત કરતા દર્દીઓએ અનુભવી રાહત

કોલકતાની મેડીકલ કોલેજમાં મહીલા તબીબની દુષ્કર્મ બાદ નિર્મમ હત્યા બાદ અસલામતિને લઇને શહેરની સિવિલ હોસ્પીટલમાં ચાલતી જુનીયર તબીબોની હડતાળ ગઇકાલે છઠ્ઠા દિવસે સમેટાઇ જતાં આજથી તમામ વિભાગોમાં રાબેતા મુજબ આરોગ્યલક્ષી સેવામાં તબીબો જોડાઇ ગયા છે.


પ્રાપ્ત વિગતો પ્રમાણે કોલકતાની મેડીકલ કોલેજમાં મહીલા તબીબ સાથેના જધન્ય કૃત્ય બાદ દેશભરમાં અસલામતિ અનુભવતા જુનીયર તબીબોે સદ્ગત મહીલા તબીબને શ્રધ્ધાંજલી આપવાના ભાગરૂપે આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કર્યા હતા. શહેરની સિવિલ હોસ્પીટલમાં પણ મેડીકલ કોલેજના જુનિયર ડોકટર એસોસીએશનનાં તમામ જુનીયર તબીબોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. બીજી બાજુ કેન્દ્ર સરકારે આ મામલો સંભાળી સિવિલ હોસ્પીટલમાં સીઆરપીએફની સુરક્ષા આપવાની ખાતરી આપતા હવે જુનીયર તબીબોને કોઇ અસલામતીનો અહેસાસ નથી રહ્યો અને પુરતી સલામતી મળી જતાં જુનીયર ડો.એસોસીએશનના પ્રમુખ ડો.સંદીપ શર્મા, વાઇસ પ્રેસીડેન્ટ ડો.વિશ્વજીત લાવડીયા, ડો.મનોપ્રસાદ તેમજ સેક્રેટરી ડો.દર્શિત રાફલીયા અને ડો.પારસવી તન્ના એમ તમામ જેડીએના હોદેદારોએ ગઇકાલે 6ઠ્ઠા દિવસે હડતાળ સમેટી નિયત ફરજમાં લાગી જવાની લેખીત ખાતરી આપી હતી.


સિવિલમાં 6 દિવસ ચાલેલી જુનીયર ડોકટર્સની હડતાળ ગઇકાલે સાંજે સમેટાઇ ગઇ હતી. આજે તમામ જુનીય તબીબોે પોતપોતાને સોંપાયેલી ફરજ પર લાગી જઇ સેવા પુર્વવત કરતા 6 દિવસ સારવાર માટે હેરાન પરેશાન થયેલા દર્દીઓએ રાહત અનુભવી હતી.

જુનિયર તબીબોએ યોજી કેન્ડલ માર્ચ

કોલકતામાં મહીલા તબીબની હત્યા બાદ ભયભીત તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામતા દર્દીઓએ સિવિલ હોસ્પીટલમાં ભારે હાલકી ભોગવી હતી. તબીબો પરની હિંસાને રોકવા ગઇકાલે રાતે હડતાળ પર બેસેલા જુનીયર તબીબોએ કેન્ડલ માર્ચ યોજી આમ પ્રજામાં અહીંસાનો સંદેશ ફેલાવી જાગૃતિ દાખવવા માંગ કરી હતી. તબીબોએ હિંસાથી દુર રહેવાનો સંદેશો આપતા પોષ્ટરો સાથે કેન્ડલ માર્ચ યોજી હતી તે તસ્વીરમાં દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version