ગુજરાત

માતાએ દારૂ પી ડખા કરવાની ના પાડતા પુત્રએ કર્યો આપઘાત

Published

on

હલેન્ડામાં શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં સ્વામિનારાયણ ચોકમાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવકને જનેતાએ દારૂૂ પી ઝઘડા નહીં કરવા ઠપકો આપતા યુવકને લાગી આવતા ભક્તિનગર સર્કલ પાસે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગરમાં રહેતા વિજય હસમુખભાઈ કોટક નામનો 40 વર્ષનો યુવાન સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિજય કોટક બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે.

વિજય કોટક દારૂૂ પી ઘરમાં ઝઘડા કરતો હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો જેથી માતાના ઠપકાથી માઠું લાગતા વિજય કોટકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શહેરની ભાગોળે ભાવનગર રોડ ઉપર આવેલા હલેન્ડા ગામે ખેત મજૂરી અર્થે આવેલા વિશાલ ભીમજીભાઈ નાયક નામના 24 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર અજય પરમારની વાડીએ ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version