ગુજરાત

કોર્પોરેશનના 800થી વધુ પ્લોટોમાંથી દબાણ હટાવી કેમેરા મુકાશે

Published

on

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રોજેક્ટ બનાવવા માટે પહેલા જગ્યાની પસંદગી કરવામાં આવતી હોય છે. જેમાં આંગણવાડી, વોકર્સજોન તેમજ આરોગ્ય કેન્દ્ર અને વાણીજ્ય હેતુમાં આવક ઉભી કરવા સહિતના કામો થાય પરંતુ મહાનગરપાલિકાની માલીકીના સાર્વજનીક પ્લોટ ઉપર દબાણો હોવાથી કામગીરીમાં અવરોધ આવી રહ્યા છે. પરિણામે લોકોને પણ પાયાની સુવિધાઓ ઘરણાંગણે મળતી નથી આથી રાજ્ય સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકા અને પાલિકાઓને તેમની માલીકીના પ્લોટ ખાલી કરાવી સુરક્ષીત કરવાની સુચના આપી હતી જે અંતર્ગત રાજકોટ મનપાએ ડિમોલેશન કામગીરી ઘણા સમયથી શરૂ કરી છે. અને હવે દબાણયુક્ત પ્લોટ ખાલી કરી સીસીટીવી કેમેરા મુકી પ્લોટ ઉપર કાયમી નજર રાખવામાં આવશે. 800થી વધુ પ્લોટ પર સીસીટીવી કેમેરાની નજર રહેશ ે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ઘણા સમયથી મનપાએ સાર્વજનિક હેતુથી મુકેલા અનામત પ્લોટના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાવમાં આવી છે. વર્ષોથી દબાણ થઈ ગયા હોય તેવા જૂના પ્લોટના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન ટીપી સ્કૂમો મંજુર થઈ છે અને આ ટીપી સ્કીમમાં મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલા અલગ અલગ હેતુના પ્લોટ પર થયેલા દબાણો તેમજ ખાલી પ્લોટ ઉપર દબાણો ન થાય તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 800થી વધુ મનપાની માલિકીના પ્લોટનું ર

ક્ષણ કરવા માટે હવે તમામ પ્લોટ ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. જેનું 24 કલાક મોનીટરીંગ કરાશે કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ ખાતે તમામ ખાલી પ્લોટનું મોનેટરીંગકર્યા બાદ તેનો રિપોર્ટ ઉચ્ચઅધિકારીને આપવામાં આવશે. સીસીટીવી કેમેરામાં પ્લોટ ઉપર દબાણ થતું હોવાનું ધ્યાને આવશે તો તુરંત બીજા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે અગાઉ તંત્ર દ્વારા સાર્વજનિક પ્લોટ ફરતે દિવાલ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ તેમાં ખર્ચ વધુ થતો હોય હવે પ્લોટનું ધ્યાન રાખવા માટે સીસીટીવી કેમેરા ફીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરના વેસ્ટઝોન અને ઈસ્ટઝોનમાં આવેલા મહાનગરપાલિકાની માલીકીના પ્લોટમાં દબાણો વધુ હોવાનું ટીપી વિભાગના સુત્રોએ જણાવ્યું છે. તેવી જ રીતે મોટામૌવા, વાવડી, કોઠારિયા અને મવડીમાં તાજેતરમાં જે ટીપી સ્કીમો મંજુર કરવામાં આવી છે અને રોડ-રસ્તા તથા સાર્વજનીક પ્લોટનો કબ્જો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક પ્લોટ ઉપર દબાણો હોવાનું બહાર આવ્યું છે. આથી હાલમાં પ્રાપ્ત થયેલા સાર્વજનિક પ્લોટ અને વર્ષો પહેલાના દબાણયુક્ત પ્લોટનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે ખાલી કરાવવા માટે હવે નોટીસ પ્રક્રિયા અને ત્યાર બાદ મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે પ્લોટ ખાલી થયા બાદ તમામ પ્લોટ ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરી દેવામાં આવશે. જેનું મોનીટરીંગ 24 કલાક કરવાની પણ સુચના આપવામાં આવી છે.

સીસીટીવી કેમેરાનું ધ્યાન કોણ રાખશે ?
મહાનગરપાલિકા દ્વારા સાર્વજનિક પ્લોટ પર દબાણો ન થાય તે માટે સીસીટીવી કેમેરા ફીટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ શહેરમાં મુખ્યમાર્ગો અને સર્કલો ઉપર ફીટ કરવામાં આવેલા કેમેરાની ચોરી થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે સતત ટ્રાફિક ધમધમતા સર્કલો ઉપરથી જો કેમેરા ચોરાઈ જતા હોય તો ખુણે ખાચરે તેમજ અવાવરું જગ્યા પર કે જ્યાં લોકોની ચહલ પહલ ન હોય તેવા સ્થળે ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાનું ધ્યાન કોણ રાખશે તેવી પણ ચર્ચા અત્યારથી શરૂ થઈ ગઈ છે.

લાગવગિયાઓના કબજાનો ઉપાય શું?
મનપાની માલીકીના અનેક પ્લોટ ઉપર દબાણો થઈ ગયા છે. વેસ્ટઝોન અને ઈસ્ટઝોનમાં અમુક પ્લોટ ઉપર રાજકીય લાગવગ ધરાવતા તેમજ અમુક બાહુબલીઓએ કબ્જો કરી ઓરડીઓ તેમજ કારખાનાઓ બનાવી ભાડેથી આપી દીધાનું ટીપી વિભાગ જાણે છે છતાં આજ સુધી કાર્યવાહી થઈ નથી ત્યારે હવે તમામ પ્લોટ ખાલી કરી સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરાયું છે. તો લાગવગિયાઓ દ્વારા કબ્જો કરાયેલા પ્લોટના દબાણો દૂર કરવામાં આવશે કે ફરી વખત લાગવગ કામ કરી જશે તેવી પણ ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version