વડોદરામાં રેમ્પની રાજનીતિનો પ્રયોગ કરતા વડાપ્રધાન, ગંદકી નહીં કરવા લોકોને સંકલ્પબધ્ધ બનવા આહવાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા હતા. ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં તેમણે 35,200 કરોડ રૂૂપિયાના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મહત્વના સેક્શન્સ પણ દેશને સમર્પિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે ખાસ વાય આકારના સ્ટેજ પર રેમ્પ વોક કરીને જેન-ઝીને મળ્યા હતા. બાદમાં પોતાના સંબોધનમાં મોદીએ જણાવ્યું હતું કે, આજનો યુવાન સચ્ચાઈના હુંકાર સાથે ચાલી રહ્યો છે.
વડાપ્રધાને પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે આપની વચ્ચે આવ્યો છું. અહીં હજારો કરોડો રૂૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ વિકાસ પર્વ માટે જે સેવા ભાવ સાથે વડોદરામાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, તેના માટે હું વડોદરાના દરેક નાગરિકનો અભિનંદન કરું છું. તેની સરાહના કરું છું. મેં કાલે વડોદરાનો એક વીડિયો જોયો ખૂબ ગર્વ અનુભવ્યો, મારા વડોદરાના તમામ લોકોને અભિનંદન. વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીનું શહેર છે. આજે ફ્રેડ કોરિડોરની અંતિમ કડીઓ જોડાઈ ગઈ છે. આજે 2800 કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો. આ કોરિડોર આ વાતનું સાક્ષી છે કે વિતેલા 12 વર્ષમાં દેશની કામ કરવાની પદ્ધતિ કેવી રીતે બદલાઈ છે. આ કોરિડોર માટે 2004માં વિચાર શરૂૂ થયો હતો. એટલે કે ત્યારે કદાચ અહીં બેઠેલા પૈકી કેટલાકનો જન્મ પણ નહીં થયો હોય. 2006માં કંપની બની અને બાદમાં 2014 સુધી ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ ફરતી રહી. હાલમાં ઉંગઙઝથી વડોદરા સુધી ડબલ ડેકર માલગાડી ચલાવવામાં આવી. આ ગાડી ચાલવાથી એક વાર નહી 250થી વધુ ટ્રક જેટલો સામાન મુંબઈથી વડોદરા પહોંચ્યો. હવે જે નારાજ ફૂફાજી છે તે બૂમો પાડશે કે ટ્રક ચાલકનું શું થશે.
તેમણે આગળ જણાવ્યું હતું કે આજે અનેક નવી ટ્રેન શરૂૂ થઈ છે. નવી ટ્રેનો થકી વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુરના લોકોને સુવિધા મળશે. દેશમાં કરોડો લોકો માટે ચીજવસ્તુઓ બને છે ત્યારે લોકોનું જીવન સુધરે છે. આ વર્ષે રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ છે, જે પાછલા વર્ષો કરતા અનેક ગણું મોટું છે. રેલવે હજારો નવા રોજગાર બનાવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા બાદ તેની આસપાસ નવા ઉદ્યોગો આવે છે.
પોતાના આગવા અંદાજમાં વડાપ્રધાને જણાવાયું હતું કે હવે આ વડોદરા શહેર દેશમાં પ્રથમ મેડ ઇન ઈન્ડિયા ફ્લાઇટના મેન્યુફેક્ચર માટે જાણીતું બન્યું છે. આ ગૌરવ બદલ વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન. ભારતે એક દશકમાં રેલ કોચ, મેટ્રો કોચ અને એન્જિન બનાવવામાં પહેલ કરી છે. 2014 પછી હાલ સુધીમાં 50 હજાર આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જૂની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી. આત્મનિર્ભરતાની આખી ચેઇન ભારતમાં જ બનશે. કડાણા ડેમ પર સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ છે. અગાઉના વર્ષોમાં સોલાર પ્રોજેક્ટ લગાવવું ખૂબ મોંઘુ હતું, પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ભારતમાં જ પીવી મોડ્યુલ બનાવવાનું શરૂૂ કર્યું.
હાલમાં 200 ગીગાવોટ મોડ્યુલ બનાવી શક્યા છે. ગુજરાતના 11 લાખ પરિવાર પીએમ સોલાર યોજના હેઠળ લાભ લઈ ચૂક્યા છે.વડાપ્રધાન મોદીએ ગુજરાતીમાં કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ, દિવાળી ચકાચક જાય.. ધન્યવાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ઙખએ સંબોધન પૂર્ણ કર્યું.જૂઠાણું ફેલાવનાર તો દરેક ચોરાહે મળી જશે. ભારતનો યુવાન સત્યની હુંકાર સાથે ચાલે છે. આવનાર દિવસમાં દરેક વસ્તુ વીજળીથી ચાલશે. ભારતે આવનાર દિવસમાં ઈકો સિસ્ટમ મજબૂત બનાવવા કામ કરવું પડશે. હાલમાં યુરેનિયમ માટે સમજૂતી કરવામાં આવી રહી છે જે યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં યુવાનો પારંગત થાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે. હાલમાં ડિગ્રી સાથે સ્કીલ પણ જરૂૂરી છે. આજે શિક્ષણ નીતિને નવા રૂૂપમાં ફેરવી રહ્યા છે. મે લાલ કિલ્લાથી બે ઘોષણા કરી હતી. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન ફ્રી કોચિંગ આપવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ભારતના યુવાનોએ અઈંમાં પારંગત થવું જરૂૂરી છે. એઆઇના માધ્યમથી અનેક ક્ષેત્રમાં કામ થઈ શકે છે. સરકાર યુવાનો માટે નવું અભિયાન શરૂૂ કરવા જઈ રહી છે. ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવીને જ રહેવાનું છે.
અગાઉની સરકાર મુજબ દેશ ચલાવત તો ત્રણ ચાર પેઢી નીકળી જાત
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2014માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલ્યો. 7-8 વર્ષમાં એક કિમી ફ્રેટ કોરિડોર પર કામ ન થયું. અગાઉની સરકાર મુજબ દેશ ચલાવતા તો ત્રણ ચાર પેઢી નીકળી જાત. 2014 બાદ મને અહીંથી હું જે ભણીને ગયો હતો ત્યાં પહોંચીને એ કામને ગતિ આપવાનું શરૂૂ કર્યું. 2500 કિમીના કામ આજે પૂર્ણ કરી બતાવ્યા છે. આ ફ્રેડ કોરિડોર દેશના વેપારનો મુખ્ય આધાર બની રહ્યું છે. આ કોરિડોર વિકસિત ભારતની જીવન રેખા છે. આના થકી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની કાયાકલ્પ થઈ છે. આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેડ કોરિડોર પર 430થી વધુ માલગાડી ચાલે છે. પહેલા જે માલગાડી સાડા છ કલાકમાં 100 કિમીની યાત્રા કરતી હતી તે હવે તેનાથી અડધા સમયમાં યાત્રા પૂર્ણ કરશે. જ્યાં ટ્રકથી સામાન મોકલવા 30 કલાક લાગતા હતા તેના પર હવે 10થી 12 કલાક લાગશે.
