સરકારી યોજનાઓ અને સિદ્ધિઓ પહોંચાડવા રાજ્ય સરકાર સોશિયલ મીડિયાના સહારે

ડિજિટલ યુગમાં જનસંપર્ક વધારવા અને પ્રજાલક્ષી કામોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકારે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સચિવાલયના આધારભૂત સૂત્રો પાસેથી…

ડિજિટલ યુગમાં જનસંપર્ક વધારવા અને પ્રજાલક્ષી કામોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકારે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સચિવાલયના આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, હવે રાજ્ય સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ અને દૈનિક કામગીરીના પ્રચાર-પ્રસાર માટે પારંપરિક માધ્યમોની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પૂરતો ભાર મૂકવા જઈ રહી છે. આ હેતુસર તમામ સરકારી વિભાગો તેમજ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીઓમાં સોશિયલ મીડિયા સંભાળવા પ્રોફેશનલ સ્ટાફ રાખવાની કવાયત હાથ ધરાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ સચિવાલયીય વિભાગો, બોર્ડ-નિગમો અને જાહેર સાહસોને તાકીદ કરવામાં આવી છે કે તેઓએ પોતપોતાના વિભાગના ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા હેન્ડલ્સને વધુ સક્રિય અને મજબૂત બનાવવા પડશે. માત્ર ઔપચારિક કામગીરીના બદલે રોજબરોજ સરકારી નિર્ણયો, પરિપત્રો, લોકકલ્યાણકારી યોજનાઓ અને સાચી માહિતી તરત જ ડિજિટલ માધ્યમો પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર વિરુદ્ધ ફેલાતી ભ્રામક કે ખોટી માહિતીનું ઝડપથી ખંડન કરવા માટે પણ આ નેટવર્ક ઉપયોગી સાબિત થશે.

વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર ગાંધીનગર સ્થિત વિભાગો જ નહીં, પરંતુ તમામ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટને વેગવંતો બનાવવા તમામ જિલ્લા કલેક્ટરોને પણ ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક કલેક્ટર કચેરી ખાતે 2 (બે) પ્રોફેશનલ સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ/હેન્ડલર્સની ભરતી કરવામાં આવશે. આ નિષ્ણાતો કલેક્ટર કચેરી દ્વારા લેવાતા લોકહિતના નિર્ણયો, આપત્તિ વ્યવસ્થાપન, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને જિલ્લા કક્ષાની સિદ્ધિઓને ત્વરિત ક્રિએટિવ ગ્રાફિક્સ, વીડિયો અને શોર્ટ ક્ધટેન્ટ સ્વરૂૂપે નાગરિકો સમક્ષ રજૂ કરશે.

સોશિયલ મીડિયાના સંચાલન માટે પ્રોફેશનલ ટેકનિકલ નોલેજ, ક્ધટેન્ટ ક્રિએશન અને એનાલિટિક્સનું જ્ઞાન ધરાવતા યુવાનોને આકર્ષવા આકર્ષક પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જુનિયર/એસોસિએટ સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ માટે: આશરે 35,000 પ્રતિ માસસિનિયર સોશિયલ મીડિયા એનાલિસ્ટ/લીડ માટે: અનુભવ અને લાયકાતના આધારે 60,000 સુધીનું માસિક વેતનઆ નિમણૂકો પ્રારંભિક તબક્કે આઉટસોર્સિંગ અથવા ફિક્સ પગારના કરાર આધારિત કરાય તેવી શક્યતા છે.