ગુજરાત

રાજકોટના જૂના એરપોર્ટનો 2500 કરોડમાં થશે નિકાલ

Published

on

હિરાસર એરપોર્ટનો ખર્ચ કાઢવા રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે કરાર થયાનો ઘટસ્ફોટ

જૂના એરપોર્ટની જમીન વેચવા, ગીરવે મુકવા, લીઝ અથવા સબલીઝ આપવા સહિતના વિકલ્પો

શહેરની મધ્યમાં આવેલા જૂના એરપોર્ટની 236 એકર જમીનને ટૂંક સમયમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેકટમાં વિકસાવવામાં આવી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ એરપોર્ટની કામગીરી હિરાસર ખાતે ખસેડવામાં આવ્યા બાદ નિષ્ક્રિય પડેલી જમીનનો નિકાલ કરીને રૂૂ. 2,500 કરોડ વસૂલવાનું લક્ષ્ય રાખ્યું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, હિરાસર ખાતે બનેલા નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની કિંમત વસૂલવા માટે જૂના એરપોર્ટની જમીનના મુદ્રીકરણની સુવિધા માટે 2019 માં રાજ્ય સરકાર અને AAI વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી.


2017માં, જ્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, ત્યારે મંજૂરીની એક શરત એ હતી કે ‘રાજ્ય સરકાર AAIને હાલની રાજકોટની જમીનનું મુદ્રીકરણ અથવા લાભ ઉઠાવવા માટે પરવાનગી આપશે અને સુવિધા આપશે. પ્રોજેક્ટની નાણાકીય સદ્ધરતા વધારવા માટે નવા એરપોર્ટમાં મૂડી અને ઓપરેશનલ ખર્ચને આવરી લેવા માટે આ શરત હતી. બીજી શરત એવી હતી કે ‘હિરાસર ખાતેનું નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થઈ જાય પછી રાજકોટના હાલના AAI એરપોર્ટ પરની કામગીરી બંધ કરવી.


સૂત્રોના જણાવ્યા અનુસાર, AAI નક્કી કરશે કે સ્થાનિક મ્યુનિસિપલ પેટા-નિયમો અનુસાર જમીન AAI અથવા તેની અધિકૃત એજન્સી દ્વારા વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારે AAIને સરકારની માર્ગદર્શિકા મુજબ હાલના રાજકોટ એરપોર્ટની જમીન વેચવા, ગીરો રાખવા, નિકાલ, લીઝ અથવા સબલીઝ કરવાની મંજૂરી આપવી જરૂૂરી છે.


સુત્રોના કહેવા મુજબ AAIએ મુદ્રીકરણના હેતુ માટે જમીન અને બિલ્ટ-અપ કોમર્શિયલ અને રહેણાંક જગ્યાના મુદ્રીકરણ અને વેચાણ કિંમત માટેની વ્યૂહરચના તૈયાર કરવા માટે બજાર અભ્યાસ હાથ ધરવાનું હતું.
રાજ્ય સરકારની ભૂમિકા એએઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી જમીનના વિકાસ યોજનાને મંજૂર કરવાની અને જમીનના ઉપયોગમાં ફેરફારને સરળ બનાવવાની રહેશે, જેથી જમીનનો ઉપયોગ રહેણાંક, વ્યાપારી, સંસ્થાકીય અથવા ઔદ્યોગિક જેવા વિવિધ હેતુઓ માટે થાય. બીજી તરફ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (છખઈ)એ વિકાસ યોજનાઓ મંજૂર કરવા, રસ્તાઓ, ફાયર સેફ્ટી, ગટરના નિકાલ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાની જરૂૂર છે.


અમે ટૂંકા ગાળામાં જમીનના વપરાશમાં ફેરફારની દરખાસ્તની અપેક્ષા રાખીએ છીએ. અમે માનીએ છીએ કે તેઓ જામનગર રોડ અને એરપોર્ટ રોડ બંને રોડનો લાભ લેવા માંગે છે, તેમ રાજકોટ કલેક્ટર કચેરીના એક અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version