ગુજરાત

ટંકારમાં ક્રિકેટ રમીને પરત ફરતા યુવકનું હાર્ટફેઈલ

Published

on


ટંકારાના રાજાવડ ગામે રહેતા રમેશભાઈ જેતનભાઈ બાલાસરા (ઉ.વ.38) નામનો યુવક ગઈકાલે નાગડાવાસ ગામે ક્રિકેટમેચ હોવાથી ટિમ સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો, મેચ પુરો કરી ટિમ સાથે કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ટંકારાના વીરપર નજીક અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલએ ખસેડાતા ફરજ, પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવની ટંકારા પોલીસને જાણ કરતા હેડ કોન્સ.સાહીદભાઈ સીદીકી સહિતનો સ્ટાફ હોસ્પીટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી પરિવારને જાણ કરી હતી.

યુવક ખેતીકામ કરતો હતો. અને સંતાનમાં એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. યુવકને હાર્ટઅટેક આવી ગયાનું તબીબે જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે. ગઈકાલે રાજકોટમાં લક્ષ્મીનગર નાલા નજીક ઝૂંપડામાં રહેતો કાળુ હીરાભાઈ થારકિયા (ઉ.વ.32) નામનો યુવક સવારે સાડા સાતેક વાગ્યે ઝુંપડામાંથી જાગીને બહાર આટો મારવા નીકળ્યો હતો ત્યાં ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. યુવક છૂટક મજૂરી કામ કરતો હતો અને આઠ ભાઈ એક બહેનમાં ત્રીજા નંબરે હતો. પરિવારજનોએ હાર્ટબેસી ગયાનું જણાવ્યું હતું. બનાવ અંગે માલવીયા નગર પોલીસે જરૂૂરી કાગળો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version