Site icon Gujarat Mirror

ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો

oplus_2097184

શહેરના રૈયાગામે રહેતા વૃધ્ધ ઉપર પુત્ર અને પુત્રવધુએ લાકડા વડે હુમલો કરી માર માર્યો હતો. પુત્રને આંખ બતાવવા હોસ્પિટલે લઇ જવાનુ અને રૂપીયા હું આપીશ તેમ કહેતા પુત્ર અને પુત્રવધુએ હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત વુધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળતી વિગત મુજબ રૈયા ગામે સંકલ્પ સીધ્ધ હાઇટેક નામના એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિકમભાઇ દેવશીભાઇ સવનીયા (ઉ.વ.75)નામના વૃધ્ધ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેના પુત્ર અભય અને પુત્રવધુ ભારતીએ લાકડાના પાટીયા વડે હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત વૃધ્ધનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં વૃધ્ધ ત્રિકમભાઇને સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટા પુત્ર જસ્મીનનું અગાઉ ક્રિકેટ રમતા જતી વડેએ અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ અને હાલમાં તેઓ નાના પુત્ર અભય સાથે રહેતા હતા.
ત્રિકમભાઇએ આંખે દેખાતુ ન હોવાથી પુત્રને કહેલુ કે, ‘મને આંખની હોસ્પિટલે બતાવવા લઇ જા હું રૂપિયા આપીશ’ તેમ કહેતા પુત્ર અને પુત્રવધુએ હુમલો કરી માર માર્યો હતો.

Exit mobile version