ચોક્કસ ઘરોને ટાર્ગેટ કરી મળતિયાઓને લાભ અપાવવા રોડ અડઘી શેરી મૂક્યા બાદ વચ્ચેથી શરૂ કરાયો
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના મથક ગણાતા વડિયામાં થતા વિકાસ કર્યો રાજકીય નેતાઓના પાપે અને અધિકારીઓના અણધણ વહીવટના પાપે રોજ નવા વિવાદ ને જાણે જન્મ આપતો હોય તેમ જાણે ભ્રષ્ટાચાર માજા મુકતો જાય છે અને બીજી બાજુ ચોક્કસ લોકોને વિકાસના ફળ થી વંચિત રાખવા અધિકારીઓ દ્વારા સ્થળને જોયા કે જાણ્યા વગર મંજૂરી આપી દેવામાં આવે છે. જેથી ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી શકાય અને પોતાના મળતીયાઓને લાભ આપી શકાય. વડિયાના સુરગપરા વિસ્તાર ના આવેલા ધાર ના ભાગમાં જિલ્લા પંચાયત પ્રમુખની રૂૂપિયા ત્રણ લાખની ગ્રાન્ટ માથી બ્લોક રોડ બનાવવામાં આવી રહ્યો છે.
ગ્રાન્ટ જિલ્લા પંચાયતની છે.. વર્ક ઓડર ગ્રામપંચાયતના નામે છે… કામગીરી તાલુકા પંચાયત સદસ્ય કરી રહ્યા છે. આ રોડની મંજૂરી જ એવી રીતે આવી કે અડધી શેરીએથી રોડની કામગીરી શરુ થાય તેનું કારણ એક જ હતુ કે શેરીની શરૂૂવાતના પ્રથમ ઘરના લોકોને આ રોડની સુવિધાઓથી વંચિત રાખવાના છે કારણ કે તેને નેતાજી ને મત આપ્યા નહિ હોય ? તેથી આ રોડ શરૂૂ થતી શેરી માથી એક ઘર બાદ કર્યા પછી બીજા ઘરથી મંજુર થયો આ છે અધિકારીની સૌનો સાથ ચોક્કસ લોકોનો વિકાસનુ નવુ સૂત્ર… આ રોડમાં એક પરીવારને વિકાસથી વંચિત રાખવામાં આવતા રોડની કામગીરી શરુ કરવામા આવી ત્યારે ભારે હોબાળો પણ મચ્યો પણ પંચાયત થી પાર્લામેન્ટ સુધીની સરકારના આ અધિકારી કે નેતાઓ કોઈ સાંભળ્યું જ નહિ અને અંતે રોડ બની ગયો.
ત્યારે હવે શું આ રોડ મંજુર કરનાર અધિકારી એ જાણી જોયને આ અડધી શેરીએ રોડ મંજુર કર્યો હશે ? સ્થળ જોયા વગર મંજૂરી આપી દેવામાં આવી હશે ? મંજૂરી સમયે કોઈ સ્થાનિક પાસાને કે વિકાસના આયોજનને ધ્યાનમાં રખાયું નહિ હોય ? કે પછી અધિકારીઓ અને નેતાઓની મીલી ભગતથી ચોક્કસ લોકોને વિકાસથી વંચિત રાખવાનું ષડયંત્ર રચાયું હતુ ? સ્થાનિકો તો એવું કહી રહ્યા છે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં નેતાજીનો વિજય થતા વરઘોડો નીકળ્યો તેમાં આગળની હરોડમાં ડિસ્કો કરતા સ્માર્થકનુ ઘર આ રોડમાં કોઈ પણ છેડે થી રોડ શરુ કરે તો બાકી રહી જતુ હતુ તો તેની લાગણીના દુભાય એટલે શેરીમાં વસવાટ કરતા પેહલા ઘરને કાપીને પછી રોડ શરુ કરાયો જો આવો પક્ષપાત કરવો હોય તો આવો વિકાસ અમારે જોઈતો નથી.
આવા વંચિત રાખો વિકાસના મોડેલ બાબતે હવે અમરેલી જિલ્લા કલેક્ટર ને જિલ્લા વિકાસ અધિકારી એ તટસ્થ તપાસ કરી આ રોડની ગુણવતા તપાસી સાથે જો ચોક્કસ લોકોને વિકાસ થી વંચિત રાખવાનું ષડયંત્ર રચનાર અધિકારી પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ કામના પેમેન્ટને પણ અટકાવવું જોઈએ તેવી લોક માંગણી જોવા મળી રહી છે. શું આ બાબતે તટસ્થ તપાસ થશે કે પછી મીલીભગત થી સામાન્ય નાગરિકોનુ કોઈ સાંભળનાર નથી અને નેતાઓના મળતીયાઓને વિકાસના લાભ આપવામાં અધિકારી વ્યસ્ત રહેશે અને આવો જ ચોક્કએ લોકોને વંચિત રાખવાનો ઢંગ ધડા વગરનો બિન આયોજિત વિકાસ ચાલુ જ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે જો આ બાબતે કોઈ પગલા ના લેવાય તો તાનાશાહી અને સરમુખત્યાશાહી જ ગણવી કે લોકશાહી એ એક મોટો સવાલ છે.
