ગુજરાત

કોર્પોરેશને એક માસમાં 49 રેંકડી-કેબિન જપ્ત કર્યા

Published

on

જગ્યા રોકાણ વિભાગે 283 બોર્ડ-બેનર જપ્ત કરી દબાણ કર્તાઓ પાસેથી રૂા. 1,98,810નો વહીવટી ચાર્જ વસુલ્યો


મનપાના જગ્યારોકાણ વિભાગ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન મુખ્યમાર્ગો પર નડતરરૂપ 49 રેકડી-કેબીન, 283 બોર્ડ-બેનર તથા 380 પરચુરણ માલસામાન અને 555 કિલો સડેલા શાકભાજી ફળ સહિતનો જથ્થો જપ્ત કરી મંજુરી વગર મંડપ છાજલી નાખનાર અને દબાણ કરતાઓ પાસેથી રૂા. 1,98,810નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.


રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.01/09/2024 થી 10/09/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 49 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક, જામનગર રોડ,કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 380 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ, લક્ષ્મિનગર નાલા પાસેથી 555 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.1,02,000/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.96,810/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો., કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી 283 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version