‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’થી સાકાર થશે : સીએમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ વન નેશન વન ઇલેક્શન અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા વારંવાર થતી ચૂંટણીઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા પર વિપરીત અસર થાય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ વન નેશન વન ઇલેક્શન અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા

વારંવાર થતી ચૂંટણીઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા પર વિપરીત અસર થાય છે

વન નેશન વન ઇલેક્શન અંગે રાજ્યોના પ્રતિભાવો અને સુઝાવો લેવા આવેલી જોઇન્ટ પાર્લામેન્ટ કમિટિ સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની કલ્પના ’વન નેશન વન ઇલેક્શન’ થી સાકાર થશે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે જે પી સી દ્વારા આયોજિત બેઠકમાં મુખ્યમંત્રીએ તેમનાં પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષથી વધુ સમયમાં આપણે અનેક બંધારણીય સુધારાઓના સાક્ષી બન્યા છીએ. જેમાં ‘વન નેશન, વન ટેક્સ’, ‘વન નેશન, વન રાશન કાર્ડ’, ‘વન નેશન, વન ગ્રીડ’, ‘વન નેશન, વન સબસ્ક્રીપ્શન’ જેવી પહલોં શામેલ છે. આ તમામ સુધારાઓથી વહીવટમાં એકરૂૂપતા આવી છે. પ્રત્યેક દેશની વિકાસ યાત્રામાં સુશાસનની સાથે સાથે સ્પષ્ટ નીતિ અને જનભાગીદારી ખૂબ જ જરૂૂરી છે. અને આ માટે ‘વન નેશન, વન ઇલેક્શન’ દેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. દેશની આઝાદી બાદ સતત 15 વર્ષ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થતી હતી. પરંતુ રાજકીય અસ્થિરતાના કારણ એ વ્યવસ્થા તૂટી તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ તેમનાં પ્રતિભાવમાં કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતુ કે, ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં કે જ્યાં અન્ય પ્રદેશોનાં લાખો શ્રમિકો કામ કરે છે. વારંવાર થતી ચૂંટણીઓના કારણે આ શ્રમિકોનાં મોટા વર્ગને મત આપવા માટે પોતપોતાના વતનમાં જવું પડે છે. જેના કારણે ગુજરાત રાજ્યના ઉત્પાદન પર પણ વિપરીત અસર પડે છે. ચૂંટણી પ્રક્રિયામાં મોટાપાયે લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરની જરૂૂર પડે છે.આના કારણે માટોભાગનું સરકારી તંત્ર ચૂંટણીનાં કામોમાં વ્યસ્ત રહે છે. આ ઉપરાંત એની પાછળ થતો ખર્ચ પણ રાજ્ય સરકારે ભોગવવો પડે છે. આ મુદ્દા પર પ્રતિભાવ સાંભળવા આવેલી જેપીસીને અન્ય રાજકીય પક્ષોનાં ‘વન નેશન વન ઇલેક્શન’ અંગેનાં વિવિધ વિચારો જાણવા મળશે તેમજ આ તમામ વિચારોને એકસૂત્રતાએ બાંધવાથી નવો માર્ગ મળશે તેવો મત પણ મુખ્યમંત્રી વ્યક્ત કર્યો હતો.

વન નેશન વન ઇલેક્શન બિલ બંધારણ અને સંધીય માળખાની વિરુદ્ધ કોંગ્રેસ

ગાંધીનગરમાં યોજાયેલી વન નેશન, વન ઇલેક્શન બિલની ઉંઙજ ની બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વન નેશન, વન ઇલેક્શન બિલનો કોંગ્રેસ પાર્ટી સખત વિરોધ કરીએ છીએ.કારણ કે તેની પાછળ સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો કેન્દ્ર સરકારનો છુપો એજન્ડા સ્પષ્ટ દેખાય છે. આ બિલ ભારતીય બંધારણની મૂળ ભાવના અને દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે, જે રાજ્યોની સ્વાયત્તતા અને સત્તા પર તરાપ મારે છે. બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ રાજ્યમાં સરકાર અકાળે પડી જાય, તો ત્યાં મધ્યવર્તી ચૂંટણી ફક્ત બાકી બચેલા સમયગાળા માટે જ થશે. આ જોગવાઈ વર્ષ 1949માં બંધારણ સભામાં ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલા એ સિદ્ધાંતની વિરુદ્ધ છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મતદાર હંમેશા પાંચ વર્ષની પૂર્ણ સરકાર માટે જ પોતાનો કિંમતી મત આપે છે, અડધા સમય માટે નહીં. આ ઉપરાંત, ચૂંટણીના ખર્ચ અને સરકારી તંત્રની બચતનો જે તર્ક આપવામાં આવે છે તે પણ જમીની હકીકતથી તદ્દન અલગ છે, કારણ કે ચૂંટણી પાછળ થતો ખર્ચ કેન્દ્ર અને રાજ્યોના કુલ બજેટના એક ટકા કરતાં પણ ઓછો છે.