ધુવાવ બ્રિજ નજીક 1100 એમ.એમ.ડાયાની પાઈપલાઈન શિફ્ટિંગની કામગીરી કરતાં 20 ટકાથી વધુ વસતી તરસી રહેશે
જામનગર શહેર ના બેડી, નવાગામ, સોલેરીયમ અને સમર્પણ ઈ એસ આર વિસ્તારમાં આજે પાણી કાપ રહ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા ની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી કામગીરી કરવામાં આવનાર હોવા થી શહેર ના ચાર ઈ એસ.આર માંથી કરવામાં આવનાર પાણી વિતરણ બંધ રહ્યુ ભવવય. જેમને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવ્યુ હતુ કે. તા.10/03/25ના રોજ ધુવાવ ગામ પાસે નવા બનતા બ્રિજ ની નીચે થી પસાર થતી 1100 એમ.એમ.ડાયા ની પાઈપ લાઈન શિફ્ટીંગ કરવામા આવેલ અને તેનું જોડાણ કામ અને તેને આનુસાંગીક કામગીરી કરવા માટે સોમવાર તા.10/03/21 ના રોજ જામનગર શહેર ના પાણી વિતરણ કરતા બેડી, સોલેરીયમ, નવાગામ ઘેડ અને સમર્પણ ઝોન વિસ્તારમાં પાણી વિતરણબંધ રહેશે.
સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શીવમ સોસાયટી, ઓશવાળ-2,3,4, પટેલનગરી, સુંદરમ સોસાયટી, મહાવીર પાર્ક: -1 થી 3, શીવમ પાર્ક-1 થી 3, સિધ્ધી પાર્ક- 1થી 3 કેવલીયાવાડી, મેહુલનગર, ગોકુલધામ, પંડિત દિનદયાલ આવાસ, દવા બજાર, અંધઆશ્રમ, હનુમાન ચોક, હિરાપાર્ક,ચેમ્બર કોલોની, ધનંજય સોસાયટી, પ્રગતિપાર્ક, અજંતા સોસાયટી, મજુર પાર્ક, લક્ષ્મીપાર્ક, વાસાવીરા, રેવન્યુ કોલોની, અપૂર્વ રેસીડેન્સી, સમર્પણ વિલા, મયુરવિલા, ધરારનગર-1,. સોલેરીયમ ઝોન-બી હેઠળ આવતા ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-1 થી 5, ગોકુલધામ, નહેરૂૂનગર, મચ્છરનગર, પુનતિનગર, માજોઠીનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા., પટેલ કોલોની 1 થી 12 અને રોડ નં:1 અને 2 , મંગલ બાગ 1 થી 4, આહીર બોડીંગ પુનાતર હોસ્પીટલ વાળો વિસ્તાર, નવાગામ ઘેડ ઝોન-એ હેઠળ આવતાં. ખડખડનગર, જાસોલીયા, ગાયત્રી ચોક, સિધ્ધેશ્વર સોસા., વિવેકાનંદા સોસા.,દલીતવાસ, માડમ ફળી, ઈન્દીરા સોસા., મધુવન સોસા., કબીરનગર, આનંદ સોસા., મિલન સોસા., લક્ષ્મી એપાર્ટમેન્ટ, વિનાયક પાર્ક, જસવંત સોસા., માતૃ આશીષ 4 અને 5, નાઘેરવાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસા., વિમલપાર્ક, કેશુભાઈ ની વાડી, વિગેરે વિસ્તારો વિગેરે, બેડી ઝોન-બી હેઠળ આવતા જોડીયા ભુંગા, માઘાપર ભુંગા, ગરીબનગર , પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જૂનુ પાણાખાણ, નવુ પાણાખાણ, સલીમ બાપુ ના મદ્રેસા, વિગેરે તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શાખા જામનગર મહાનગરપાલિકા ની યાદી માં જણાવાયું છે.

