Uncategorized

રાજ્યસભામાં શુક્રવારે હવે 30 મિનિટનો ‘નમાજ’ બ્રેક રદ

Published

on

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે શુક્રવારે રાજ્યસભાના અડધા કલાકના લંચ બ્રેકને રદ કરી દીધો હતો. પહેલા રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શરૂૂ થતી હતી પરંતુ હવે તેને 2 વાગ્યે ખસેડવામાં આવી છે. એટલે કે હવે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે શરૂૂ થશે.
ડીએમકે સાંસદ તિરુચિ સિવાએ પૂછ્યું કે સત્ર શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શરૂૂ થાય છે આવો ફેરફાર કેમ કરવામાં આવ્યો? તેના જવાબમાં જગદીપ ધનખરે કહ્યું કે, ગત સત્ર દરમિયાન જ સમય બદલાયો હતો અને હવે લોકસભા મુજબ બપોરે 2 વાગ્યાથી કાર્યવાહી શરૂૂ થશે.
જગદીપ ધનખરે કહ્યું, આ આજે નથી થયું પણ થઈ ચૂક્યું છે અને તેનું કારણ પણ આપવામાં આવ્યું છે.
બપોરે 2 વાગ્યે લંચ પછી લોકસભા શરૂૂ થાય છે. તેવી જ રીતે હવે રાજ્યસભાની કાર્યવાહી પણ શરૂૂ થશે. આ આજથી શરૂૂ થયું નથી.
જગદીપ ધનખરના નિવેદન બાદ અન્ય ઉખઊં સાંસદ એમએમ અબ્દુલ્લા પણ ઉભા થયા અને કહ્યું કે રાજ્યસભામાં શુક્રવારે બપોરે 2:30 વાગ્યે કાર્યવાહી શરૂૂ થઈ જેથી મુસ્લિમ સમુદાયના સભ્યો નવાઝ વાંચી શકે. આ અંગે જગદીપ ધનખરે કહ્યું, લોકસભા અને રાજ્યસભા બંનેમાં સમુદાયના તમામ વર્ગના સભ્યો છે. લોકસભા બપોરે 2 વાગ્યે બેસે છે અને તેમાં દરેક ધર્મના સભ્યો પણ હોય છે. તેથી હવે અહીં પણ તે જ લાગુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version