હરિધવા રોડ પર થાર ચાલકનો આતંક, ત્રણ કાર અને વીજ થાંભલાને લીધા અડફેટે

શહેરના હરિધવા માર્ગ પર આજે નવનીત હોલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ’થાર’ કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર,…

શહેરના હરિધવા માર્ગ પર આજે નવનીત હોલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ’થાર’ કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, થાર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને રસ્તા પર રહેલા વીજ થાંભલાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો ક્ષતિગ્રસ્ત થયો હતો.

એટલું જ નહીં, આ અકસ્માતમાં રસ્તા પર પાર્ક કરવામાં આવેલી ત્રણ કારને પણનુકસાન પહોંચ્યું છે. અકસ્માતની જાણ થતા જ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરવાની અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી હાથ ધરી છે. વીજ થાંભલાને નુકસાન થતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે PGVCLના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમારકામની કામગીરી શરૂૂ કરી છે.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વાહનોનું મોટું નુકસાન થયું છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.