સ્વાદના શોખીન ગણાતા રાજકોટવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક નજરાણું ભેટ આપવાની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. શહેરના વિકસતા જતા વિસ્તારોમાં લોકોને એક જ સ્થળે સ્વચ્છ, સુઘડ અને આધુનિક સુવિધાઓ સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા મળી રહે તેવા આશયથી વધુ એક મોર્ડન ફૂડ કોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. હાલમાં શહેરના અમીન માર્ગ અને દોઢસો ફૂટ રિંગરોડના કોર્નર પર કાર્યરત અત્યાધુનિક ફૂડ કોર્ટની સફળતા બાદ હવે તંત્રએ પુષ્કરધામ મેઈન રોડ પર આ પ્રકારનું જ આકર્ષક ફૂડ કોર્ટ ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે. મનપાને ચુકવવાના પ્રિમિયમ પેટે અપસેટ પ્રાઇઝ વાર્ષિક રૂૂ.21 લાખ લેખે ટેન્ડર બહાર પાડવામા આવ્યુ છે.
આ નવા પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે અમીન માર્ગ કોર્નર પર આવેલા ફૂડ કોર્ટની તર્જ પર જ તૈયાર કર
વામાં આવશે. પુષ્કરધામ મેઈન રોડ પર બનનાર આ નવા ફૂડ કોર્ટમાં આકર્ષક ડોમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના કારણે દરેક ઋતુમાં મુલાકાતીઓ અને ખાણીપીણીના શોખીનો આરામથી બેસીને ભોજનનો આનંદ માણી શકશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે આ પ્રોજેક્ટ હરવા-ફરવા અને ખાણીપીણી માટેનું એક નવું અને મનપસંદ ડેસ્ટિનેશન બની રહેશે તેવો આશાવાદ છે.
આ ફૂડ કોર્ટના સંચાલન અને વ્યવસ્થાપન માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે. અમીન માર્ગ કોર્નરના ફૂડ કોર્ટની જેમ જ પુષ્કરધામ રોડ પરના આ ફૂડ કોર્ટ માટે પણ કુલ સાત વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે. જોકે, આ સાત વર્ષનો કોન્ટ્રાક્ટ એકસાથે આપવાને બદલે અલગ-અલગ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કે ત્રણ વર્ષ માટે, ત્યારબાદ કામગીરીની સમીક્ષા પછી બીજા બે વર્ષ માટે અને અંતે વધુ બે વર્ષ માટે એમ તબક્કાવાર કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.
મહાનગરપાલિકાને આ પ્રોજેક્ટ થકી કાયમી અને મોટી આવક ઊભી થાય તે માટે ચોક્કસ આર્થિક માળખું પણ ઘડવામાં આવ્યું છે. આ ફૂડ કોર્ટના સંચાલન માટે મનપા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, જેમાં વાર્ષિક પ્રિમિયમની અપસેટ પ્રાઈઝ રૂૂપિયા 21 લાખ નક્કી કરવામાં આવી છે. એટલે કે, કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીએ મહાનગરપાલિકાને પ્રિમિયમ પેટે ચૂકવવાના રહેશે.
ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો માટે મનપા દ્વારા જરૂૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ટેન્ડર ભરવાની છેલ્લી મુદત તારીખ 28મી રાખવામાં આવી છે. આ ઉપરાંત, ટેન્ડર ભરવા માટેની જરૂૂરી ડિપોઝિટની રકમ, લાયકાતના ધોરણો તેમજ અન્ય તમામ નિયમો અને શરતો રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
ફૂટ કોર્ટ ડેવલપ કરવાની જવાબદારી એજન્સીની
પુષ્કરધામ મેઇન રોડ પર જે જગ્યાએ ફૂટ કોર્ટ બનવાની છે ત્યા અગાઉ શાકમાર્કેટ માટે હોકર્સ ઝોન હતુ. વિશાળકાય ડોમ અને સિમેન્ટના ફ્લોરીંગ સહિતનું સ્ટ્રક્ચર તૈયાર છે. આ ડોમમાં અલગ અલગ ફૂટ સ્ટોલ બનાવવાના રહેશે. તમામ પ્રકારનું ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટર એજન્સીએ કરવાનું રહેશે. પેટા સ્ટોલના ભાડાની આવક કોન્ટ્રાક્ટરની રહેશે. તેમાથી પ્રિમિયમ મનપાને ચુકવવાનું રહેશે.
