જૂના ગણેશનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા જુના ગણેશનગરમાં રહેતા પ્રોઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતુ પ્રોઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા જુના ગણેશનગરમાં રહેતા પ્રોઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતુ પ્રોઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા જુના ગણેશનગરમાં રહેતા કાજલબેન અશ્વિનભાઈ ચોવટીયા નામના 46 વર્ષના પ્રોઢા સવારના સાતેક વાગ્યાના અરસમાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે પ્રોઢાનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ ઉપરાંત જુદા જુદા બે સ્થળે યુવક અને મહિલાનું બેભાન હાલતમાં મોત નીપજ્યું છે. જેમાં વેલનાથપરામાં રહેતા પ્રકાશ મનુભાઈ કુમારખાણીયા નામના 30 વર્ષનો યુવાન આનંદનગર વિસ્તારમાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જ્યારે સંત કબીર રોડ પર આવેલ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા ભાવનાબેન દિનેશભાઈ ભટ્ટ નામના 51 વર્ષના વૃદ્ધાને બીમારી સબબ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુવક અને પ્રોઢાનું મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.